બોટાદઃ જિલ્લામાં રાષ્ટ્રીય શૈક્ષિક સંઘ કારોબારી મીટિંગ યોજાઇ હતી. જેમાં 4200 ગ્રેડ પે બાબતે રાજ્યસંઘ સાથે સંકલનમાં રહી આગળની રણનીતિ વહેલામાં વહેલી તકે હકારાત્મક નિર્ણય સાથે લેવાય તે બાબતે ચર્ચા થઈ હતી.
રાષ્ટ્ર સમાજ અને શિક્ષક હિતની વિચારધારાને વરેલો પરિવર્તનશીલ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ મિશનમોડમાં વિસ્તરણ થઈ રહ્યું છે, ત્યારે બોટાદ જિલ્લા રાષ્ટ્રીય શૈક્ષિક સંઘની કારોબારી મીટિંગ યોજવામાં આવી હતી. જેમાં આગામી વાર્ષિક રચનાત્મક કાર્યોના આયોજન સંદર્ભે સંગઠન દ્વારા રચનાત્મક કાર્યોની યાદી તૈયાર કરવા આવી હતી અને તેના આયોજન પ્રમાણે તાલુકા-જિલ્લા કાર્યક્રમ થાય એવું આયોજન કરવામાં આવ્યુ છે.
બોટાદ જિલ્લા રાષ્ટ્રીય શૈક્ષિક સંઘ કારોબારીની મીટિંગ યોજાઇ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ પ્રાથમિક સંવર્ગ બોટાદ નગરપાલિકા સહિત તમામ તાલુકામાંથી અધ્યક્ષ/પ્રધાન દ્વારા સદસ્યતા અભિયાનમાં કુલ જિલ્લાં એકંદર દર 72.59 ટકા સદસ્યતા સફળતા પુર્વક સંગઠનની વિચારધારા સાથે સદસ્યતા મેળવેલી છે, એવું દરેક તાલુકા વાઈઝ સમિક્ષા દરમિયાન માહિતી આપવામાં આવી હતી. ઉપરાંત covid-19 દરમિયાન થયેલી કામગીરીની અહેવાલનું વાચન કરવામાં આવ્યું હતું.
4200 ગ્રેડ પે બાબતે રાજ્યસંઘ સાથે સંકલનમાં રહી આગળની રણનીતિ તથા વહેલામાં વહેલી તકે હકારાત્મક નિર્ણય લેવાય તે બાબતે ચર્ચા થઈ હતી. જુદા જુદા તાલુકાઓમાં ચાલતું સદસ્યતા અભિયાન આગામી સમયમાં પૂર્ણ કરવાની યોજના રજૂ થઈ હતી. 9,20,31 ઉપધો બાબતે સૌને ઝડપથી ન્યાય મળે તે માટે તાલુકા સંગઠન અને જિલ્લા સંગઠનના પણ શિક્ષકો સાથે રહી સક્રિય રહે તેવી સૂચના અપાઈ..બી.એલ.ઓના પ્રશ્નો બાબતે સંઘ દ્વારા જરૂરી ફોલોઅપ લઈ તંત્ર સાથે રહી સમાધાન બાબતે ચર્ચા થઈ હતી. શિક્ષક દ્વારા રજૂ થતા પ્રશ્નો બાબતે ઉત્સાહથી કાર્ય કરવાની તૈયારી સાથે બેઠકમાં ઉપયોગી વાતાવરણ ઉભું થયું હતું. જિલ્લાના સંઘના સભ્યો તંત્રની અલગ અલગ કામગીરીમાં રોકાયેલા હોવા છતાં તાલુકા તથા જિલ્લાના સભ્યો હિત અર્થે ઉપસ્થિત રહ્યા હતા.