બોટાદઃ રાણપુરથી પાળીયાદ જવાના હાઈવે ઉપર લીંબડી લારી લઈને પગપાળા દર્શન માટે જઈ રહેલા વૃદ્ધ દંપતીને એક વાહનચાલકે અડફેટે લીધા હતા. તેઓ જસદણથી નીકળ્યા હતા. રાણપુર-પાળીયાદ હાઈવે ઉપર ગિરનારી આશ્રમ પાસે આ સમગ્ર ઘટના બની હતી. જ્યારે આ ઘટનાની જાણ રાણપુર પોલીસને થતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે તેમ જ મૃતક દંપતીને રાણપુર સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા છે.
દર્શન કરવા જતાં વૃદ્ધ દંપતીને વાહનચાલકે અડફેટે લીધા, બંનેના ઘટનાસ્થળે મોત - પાળિયાદ હાઈવે
બોટાદના રાણપુર પાસે પાળિયાદ હાઈવે પર અજાણ્યા વાહનચાલકે વૃદ્ધ દંપતીને અડફેટે લેતા બંનેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. આ દંપતી વહેલી સવારે લારી લઈને જઈ રહ્યું હતું. તે દરમિયાન આ ઘટના ઘટી હતી. પોલીસે બંનેના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ મોકલી આપ્યા હતા.

ભગવાનના દર્શન કરવા જતા વૃદ્ધ દંપતીને વાહનચાલકે અડફેટે લીધા, બંનેના ઘટનાસ્થળે મોત
આ દંપતી ક્યાંના હતા અને તેમના સગાસંબંધીઓ અંગે પોલીસ તપાસ કરી રહી છે. જોકે બનાવ વહેલી સવારે બન્યો હતો. જ્યારે આ દંપતી લારી લઈને લીંબડી પગપાળા દર્શન માટે જઈ રહ્યું હતું. દર્શન કરવા માટે તેઓ જસદણથી નીકળ્યા હતા.