બોટાદઃ દિગંબર જૈન સ્વાધ્યાય મંદિર બોટાદ દ્વારા કોરોના મહામારીના કારણે ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને મદદરૂપ થવાના હેતુથી અનાજ-કરિયાણાની કીટ વિતરણ કરવામાં આવી હતી.
દિગંબર જૈન સ્વાધ્યાય મંદિર દ્વારા ગરીબ લોકોને અનાજ કીટનું વિતરણ કરાયું
કોરોના વાઇરસની મહામારીમાં ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારના લોકોને આર્થિક મુશ્કેલી પડી રહી છે. ત્યારે દિગંબર જૈન સ્વાધ્યાય મંદિર બોટાદ દ્વારા ગરીબ લોકોને અનાજ આપીને તેમને આ કપરી પરિસ્થીતીમાં મદદ કરી હતી.
દિગંબર જૈન સ્વાધ્યાય મંદિર દ્વારા ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને અનાજ કીટનુ કરાયુ વિતરણ
દિગમ્બર જૈન સ્વાધ્યાય મંદિર-બોટાદ દ્વારા પૂજ્ય ચંપાબેનનો 107મો મંગલ જન્મોત્સવ નિમિત્તે બોટાદમા કોરોના વાઇરસની મહામારીમાં ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારના લોકોને આર્થિક મુશ્કેલી પડી રહી છે, ત્યારે તેઓને આવા કપરા સમયે મદદરૂપ થવાના એક માત્ર ઉદ્દેશથી પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજ એ. આઈ.રાવલ સાહેબ તથા પ્રિન્સિપાલ સિનિયર સિવિલ માનનીય જજ કે, આર પંડ્યા સાહેબના હસ્તે અનાજ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.