બોટાદઃ અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થાના વડા પૂ.મહંત સ્વામીના હસ્તે ગઢડાની પવિત્ર ઘેલો નદિમા BAPSના પૂજય પ્રમુખ સ્વામી મહારાજના અસ્થિનું વિસર્જન કરવામાં આવ્યું હતું. જે સમયે મહત સ્વામીએ પણ ઘેલો નદીમાં સ્નાન કર્યું હતું અને વિશ્વ માથી કોરોના વાઈરસ દુર થાય તેમાટે પ્રાથના કરી હતી.
ગઢડાની પવિત્ર ઘેલો નદીમાં BAPSના પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના અસ્થિનું વિસર્જન - gadhada
પૂજ્ય મહંત સ્વામીના હસ્તે ગઢડાની પવિત્ર ઘેલો નદીમાં BAPSના પૂજય પ્રમુખ સ્વામી મહારાજના અસ્થિનું વિસર્જન કરવામાં આવ્યું હતું.
બોટાદ જિલ્લાના ગઢડામાં આવેલી BAPS સંસ્થા દ્વારા વચનામૃત દ્વિ શતાબ્દી મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. તે દરમિયાન અલગ અલગ કાર્યક્રમો રાખ્યા હતા. જે બાબતે BAPSના પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ જેઓ 13 ઓગષ્ટ 2016 મા અક્ષરધામમાં વાસ કર્યો હતો. જે વાતનેે ચાર વર્ષ થયા છે. ત્યારે ગઢડામા આવેલી ઘેલો નદીમાં ભગવાન સ્વામિનારાયણ પોતે આ ઘેલો નદિમા સ્નાન કરતા હતા. જેથી સ્વામીનારાયણ સંપ્રદાયમાં ઘેલો નદીને ઉતમ ગંગાનું બિરુદ આવ્યું હતું.
જેને લઈને BAPS સંસ્થાના વડા મહંત સ્વામીના હસ્તે પરમ પુજ્ય પ્રમુખ સ્વામી મહારાજના અસ્થિનુ વિસર્જન કરવામાં આવ્યું હતું. તેમજ મહંત સ્વામીએ પણ ઘેલો નદિમા સ્નાન કર્યુ હતું અને વિશ્વમાંથી કોરોના વાઈરસ દુર થાય તેમાટે પ્રાથના કરી હતી. જ્યારે ઘેલો નદી પર મોટી સંખ્યામાં હરિભક્તોનો મેળાવડો જામ્યો હતો અને પ્રમુખ સ્વામી મહારાજના અસ્થિ વિસર્જનના દર્શન તેમજ મહંત સ્વામીએ કરેલા ઘેલો નદિમા સ્નાનના દર્શનથી ભક્તોમા પણ આનંદ જોવા મળ્યો હતો.