- દેવપક્ષ અને અચાર્ય પક્ષ ફરી એકવાર આમને સામને
- પૂર્વ ચેરમેન પર દેવપક્ષના સ્વામીએ કર્યા પ્રહાર
- અરજી કરવા છતાં પોલીસ ફરિયાદ દાખલ નહીં કરતી હોવાનો આરોપ
ગઢડા/બોટાદ: ગઢડા મંદિર વિવાદમાં ફરી એકવાર દેવપક્ષ અને આચાર્ય પક્ષ આમને સામને આવી ગયા છે. દેવપક્ષના સ્વામીએ પૂર્વ ચેરમેન એસ.પી. સ્વામી અને ઘનશ્યામ વલ્લભ સ્વામી સામે અરજી કરવા છતાં પોલીસ ફરિયાદ દાખલ નહીં કરતી હોવાનો આરોપ કર્યો છે.
'14 કિલો સોનુ અને 150 કિલો ચાંદીનો હિસાબ આપ્યો નથી'
ગઢડા ગોપીનાથજી મંદિરમાં વિવાદ શાંત થવાનું નામ નથી લઈ રહ્યો. ત્યારે ફરી એક વખત દેવપક્ષ અને આચાર્ય પક્ષ આમને સમને આવી ગયા હતા. દેવપક્ષના ચેરમેન હરિજીવન સ્વામીએ આચાર્ય પક્ષ સામે સોનુ અને ચાંદી ઓળવી જવાનો આક્ષેપ લગાવ્યો છે. જેમાં દોઢ વર્ષથી દેવપક્ષ પક્ષ પાસે શાસન છે. હજુ પણ આચાર્ય પક્ષના પૂર્વ વહીવટ કર્તાઓએ 14 કિલો સોનું અને 159 કિલો ચાંદીનો હિસાબ કે દાગીનાઓ આપ્યા નથી.
દેવપક્ષ અને અચાર્ય પક્ષ ફરી એકવાર આમને સામને પોલીસ ફરિયાદ કરવા થતાં તપાસ નહીં હરિજીવન સ્વામીએ પોલીસમાં ફરિયાદ આપવા છતાં પણ પોલીસે કોઈ જ તપાસ કરી નથી તેવો આક્ષેપ કર્યો છે. સાથે જ સ્વામીએ પોલીસ સામે પણ નારાજગી સાથે સવાલો ઉભા કર્યા હતા. પોલિસ આવા લોકોથી ડરે છે કે જાણી જોઈને કામ નથી કરતી. ઘણા સમયથી ફરિયાદ આપી છે તો કેમ પોલીસ કાર્યવાહી નથી કરતી? તેવું નિવેદન હરિજીવન સ્વામીએ આપ્યું હતું.