બોટાદઃ રાજ્ય સરકારે રાજ્યના તમામ મંદિરોના પૂજારીઓ અને કર્મકાંડી બ્રાહ્મણોને રાહત પેકેજ આપવા માટે તમામ કલેક્ટરો પાસે વિગત મગાવી છે. તેવામાં ગઢડામાં રહેતા કર્મકાંડી બ્રાહ્મણોને ઝડપથી રાહત પેકેજ આપવામાં આવે તેવી માગ ઉઠી છે. ગઢડામાં રહેતા કર્મકાંડી બ્રાહ્મણોએ કર્મકાંડ કરનારા તમામ લોકો ઝડપથી પોતાના નોંધણી ફોર્મ નગરપાલિકામાં જમા કરાવી લે તેવી હાકલ કરી છે, જેથી સરકાર જ્યારે પણ વિગત માગે તો તરત પહોંચાડી દેવાય.
ગઢડામાં કર્મકાંડી બ્રાહ્મણોને આર્થિક પેકેજ આપવાની માગ તીવ્ર - આર્થિક પેકેજ
કોરોનાને કારણે આર્થિક સંકળામણનો સામનો કરી રહેલા કર્મકાંડી બ્રાહ્મણોની વિગતો રાજ્ય સરકારે મંગાવી છે. જ્યારે આવા બ્રાહ્મણો માટે ઝડપથી આર્થિક પેકેજ જાહેર કરવામાં આવે તેવી માગ ગઢડાના કર્મકાંડી બ્રાહ્મણો કરી રહ્યા છે. ગઢડામાં રહેતા કર્મકાંડી બ્રાહ્મણોએ કર્મકાંડ કરનારા તમામ લોકો ઝડપથી પોતાના નોંધણી ફોર્મ નગરપાલિકામાં જમા કરાવી લે તેવી હાકલ કરી છે.
ગઢડામાં કર્મકાંડી બ્રાહ્મણોને આર્થિક પેકેજ આપવાની માગ તીવ્ર
કોરોનાને કારણે વેપાર ધંધાને ખૂબ જ નુકસાન પહોંચ્યું છે. આ નુકસાનમાંથી કર્મકાંડી બ્રાહ્મણો પણ બાકાત નથી. સરકાર ખૂબ જ ઝડપથી કર્મકાંડી બ્રાહ્મણો માટે રાહત પેકેજ જાહેર કરે તેવી બોટાદના બ્રાહ્મણો માગ કરી રહ્યા છે. જોકે હાલમાં આવા બ્રાહ્મણો માટે રાહત પેકેજ આપવા અંગે રાજ્ય સરકાર વિચારણા કરી રહી છે.