બોટાદ: ગઢડા તાલુકાના ગોરડકા ગામે કેરી નદીમાંથી પુરુષનો મૃતદેહ મળી આવ્યો હતો. જેથી ગામ લોકોએ પોલીસને જાણ કરી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતદેહ બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે ગઢડા હોસ્પિટલમાં ખસેડ્યો હતો.
ગઢડાની કેરી નદીમાંથી યુવાનનો મૃતદેહ મળ્યો - બોટાદ ન્યુઝ
ગઢડા તાલુકાના ગોરડકા ગામે કેરી નદીમાંથી પુરુષનો મૃતદેહ મળી આવ્યો હતો. જેથી ગામ લોકોએ પોલીસને જાણ કરી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતદેહ બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે ગઢડા હોસ્પિટલમાં ખસેડ્યો હતો.
મળતી વિગતો મુજબ બોટાદના ગઢડા તાલુકાના ગોરડકા ગામે કેરી નદી આવેલી છે. ત્યાંથી ગામના લોકો પસાર થતા કોઈ પુરુષ પાણીમા દેખાઈ આવ્યો હતો. બાદમાં લોકોએ પોલીસને જાણ કરી હતી. પોલીસને જાણ થતા ગઢડા પોલીસ હેડ કોન્સ્ટેબલ અજયભાઈ સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી પુરુષના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો.
મૃતદેહની ઓળખ થતા આ મૃતદેહ ગોરડકા ગામના હનુભાઈ રેવાભાઈ મેર માલધારીનો હોવાનુ જાણવા મળ્યુ હતું, તેઓ ગઈકાલે પશુઓ ચરાવવા ગયા હતા પરંતુ પરત આવ્યા ન હતા. જેની આજે બપોરના સમયે નદીમાથી મૃતદેહ મળી આવ્યો હતો, જયારે પોલીસના જણાવ્યા પ્રમાણે હનુભાઈ મેર પશુઓ ચરાવી પરત ફરતા કોઈ કારણોસર નદીમાં પડી જવાથી અકસ્માતે મોત થયાનું જાણવા મળ્યું છે. યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.