- 50 બેડની કોવિડ હોસ્પિટલ શરૂ કરાઇ
- કોવિડ હોસ્પિટલમાં હાલ 10 બેડ શરૂ કરાયા.
- હોસ્પિટલ શરૂ થતાં બહાર નહીં જવું પડે
બોટાદઃ હાલ કોરોના બેકાબૂ બન્યો છે. રાજયમાં રોજ કોરોના સંક્રમણમા વધારો થઈ રહ્યો છે, ત્યારે બોટાદ જિલ્લામાં પણ કોરોનાનો હાહાકાર છે. બોટાદની ખાનગી અને સરકારી હોસ્પિટલો ફૂલ છે તેમજ ઓક્સિજન પણ મળતો નથી, ત્યારે બોટાદ શહેર અને જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના લોકોને સારવાર માટે ભાવનગર, રાજકોટ, અમદાવાદ સહિતના શહેરોમાં જવું પડે છે. જેથી જિલ્લાનો સૌથી મોટા તાલુકા ગઢડામાં રેફરલ હોસ્પિટલ ખાતે કોવિડ હોસ્પિટલ શરૂ કરવામાં આવી છે.
આ પણ વાંચોઃ હજીરા સ્થિત આર્સેલર મિત્તલના સ્ટીલ પ્લાન્ટમાં માત્ર 72 કલાકમાં 250 બેડની હંગામી કોવિડ હોસ્પિટલ શરૂ
BAPS મંદિરના કોઠારી સ્વામી દ્વારા દિપ પ્રાગટ્ય