ગુજરાત

gujarat

ETV Bharat / state

બોટાદ તાલુકાના લાઠીદડ ગામે સબમાઈનોર કેનાલમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયાનો આક્ષેપ - કોંગ્રેસ પ્રવક્તા

જિલ્લાના લાઠીદડ ગામ ખાતે કોંગ્રેસ પ્રવક્તાએ મુલાકાત લીધી હતી. જેમાં સબ કેનાલમાં મોટાપાયે ભ્રષ્ટાચાર થયો હોવાનું સામે આવ્યુ હતું.

સબમાઈનોર કેનાલમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયાનો આક્ષેપ
સબમાઈનોર કેનાલમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયાનો આક્ષેપ

By

Published : Jun 4, 2020, 5:02 AM IST

બોટાદ : હાલમાં ચોમાસાની ઋતુ શરૂ થઈ છે તેમ છતાં સરકારી તંત્ર દ્વારા કોઈ પણ પ્રીમોન્સુન કામગીરી થયેલી જોવા મળતી નથી. જેના ભાગ રૂપે જિલ્લાના લાઠીદડ ગામે કોંગ્રેસ પ્રવક્તા મનહર પટેલ દ્વારા મુલાકાત લેવામાં આવી હતી. જેમાં ખેતરોમાં પાણી પહોંચાડવા માટે બનાવવામાં આવેલી પાણીની નર્મદા નહેરની સબ કેનાલમાં મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર સામે આવ્યો હતો. સબકેનાલમાં વપરાયેલા મટીરીયલ સંપૂર્ણ બોગસ પ્રકારનું હતું.

સબમાઈનોર કેનાલમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયાનો આક્ષેપ


આ બાબતે કોંગ્રેસના પ્રવક્તા મનહર પટેલ દ્વારા નર્મદાના એન્જિનિયરને સ્થળ પર બોલાવતા તેઓએ પણ કબૂલ કરેલુ કે આ કામ તદ્દન નબળા અને હલકી ગુણવત્તાવાળા થયા છે.

સબમાઈનોર કેનાલ
સરકાર તરફથી નર્મદા નહેરની કેનાલની સફાઈ માટે આશરે ૩૦૦ કરોડ જેટલી રકમ ફાળવવામાં આવે છે, ત્યારે આ કેનાલની સફાઈ કેમ હજુ સુધી કરવામાં આવી નથી અને આ લાઠીદડ ગામે આવેલ નર્મદા નહેરની સબમાઈનોર કેનાલમાં સફાઈ ક્યારે કરવામાં આવશે તેવો પ્રશ્ન ઉઠાવ્યો છે.

ABOUT THE AUTHOR

...view details