બોટાદ : કોરોના વેશ્વિક મહામારી દિવસેને દિવસે વધી રહી છે. તો સતત કોરોનાના કેસો પણ વધી રહ્યા છે. જેના પગલે રાજ્ય સરકાર પણ ચિંતિત છે, અને ધંનવતરી રથ મૂકીને ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે.બીજી તરફ ધાર્મિક સ્થાનો પણ ખુલ્લી રહ્યા છે અને મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ આવતા હોય છે.
ત્યારે સૌરાષ્ટ્રની પ્રખ્યાત પાળીયાદ પરમ પૂજ્ય શ્રી વિસામણબાપુની જગ્યા છે. કાર્યરત વોર રૂમ ખાતેના જિલ્લા રોજગાર અધિકારી પ્રશાંત ત્રિવેદી તથા જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારી ડો.રાકેશ ચૌહાણ તેમજ મેડિકલ અધિકારી ડો.હિતેન્દ્ર ગોસ્વામી અને ડો.રાજેશ ઝાંખણીયા અને તેમની ટીમને પાળીયાદ જગ્યાના ગાદીપતિ મહંત શ્રી શ્રી1008 મહામંડલેશ્વર નિર્મળાબા ઉનડબાપુ તેમજ સંચાલક ભાઈશ્રી ભયલુબાપુ આરોગ્ય વિભાગની ટીમને બોલાવી હતી.