ગુજરાત

gujarat

ETV Bharat / state

Corona In Gujarat: પૂર્વ ઊર્જા પ્રધાન સૌરભ પટેલ દ્વારા આયોજિત નાઈટ ક્રિકેટ ટૂર્નામેન્ટમાં કોરોના ગાઈડલાઈન્સના લીરેલીરા ઊડ્યા - ગુજરાતમાં કોરોનાના કેસ

કોરોના (Corona In Gujarat) અને ઓમિક્રોનના કેસો (Omicron cases in gujarat) વધવા છતાં કોરોના ગાઈડલાઈન (Corona guidelines in gujarat)નું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે. બોટાદ શહેર ખાતે પૂર્વ ઊર્જા પ્રધાન સૌરભ પટેલ દ્વારા ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન (Night cricket tournament in botad 2021) કરવામાં આવ્યું હતું, જેમાં પણ કોરોના ગાઈડલાઈના ધજાગરા ઊડ્યા હતા.

Corona In Gujarat: પૂર્વ ઊર્જા પ્રધાન સૌરભ પટેલ દ્વારા આયોજિત નાઈટ ક્રિકેટ ટૂર્નામેન્ટમાં કોરોના ગાઈડલાઈન્સના લીરેલીરા ઊડ્યા
Corona In Gujarat: પૂર્વ ઊર્જા પ્રધાન સૌરભ પટેલ દ્વારા આયોજિત નાઈટ ક્રિકેટ ટૂર્નામેન્ટમાં કોરોના ગાઈડલાઈન્સના લીરેલીરા ઊડ્યા

By

Published : Dec 27, 2021, 7:35 PM IST

બોટાદ: પૂર્વ ઊર્જા પ્રધાન સૌરભ પટેલ દ્વારા ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેમાં સોશિયલ ડિસ્ટન્સિંગ (Corona guidelines in gujarat)ના લીરેલીરા ઊડ્યા હતા. સૌરભ પટેલ દ્વારા આયોજન કરવામાં આવેલી આ ક્રિકેટ ટૂર્નામેન્ટમાં લોકો માસ્ક વગર જોવા મળ્યા હતા.

1 ડિસેમ્બરથી 25 ડિસેમ્બર સુધી ચાલી હતી ટૂર્નામેન્ટ

ગુજરાતમાં હાલ કોરોના (Corona In Gujarat) અને ઓમિક્રોનના કેસો (Omicron cases in gujarat)માં વધારો થઈ રહ્યો છે. પૂર્વ ઊર્જા પ્રધાન સૌરભ પટેલ દ્વારા બોટાદ શહેરમાં રાત્રી નાઈટ ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન (Night cricket tournament in botad 2021) કરવામાં આવ્યું હતું, જે 1 ડિસેમ્બરથી 25 ડિસેમ્બર સુધી ચાલી હતી. આ ક્રિકેટ ટૂર્નામેન્ટમાં 25 ડિસેમ્બરના રોજ ફાઇનલ મેચ હોવાથી ખૂબ મોટી સંખ્યામાં જનમેદની એકઠી થઈ હતી. મોટી સંખ્યામાં લોકો ક્રિકેટ મેચ જોવા માટે એકઠા થયા હતા. આ દરમિયાન લોકો માસ્ક (people without mask in botad) વગર હાજર જોવા મળ્યા હતા અને ખુદ સૌરભ પટેલ પણ માસ્ક (saurabh patel without mask) વગર જોવા મળ્યા હતા.

ભાજપના ધારાસભ્યો માટે શું કોઈ નિયમો લાગું નથી પડતા?

ખૂબ મોટી સંખ્યામાં જનમેદની એકઠી થઈ હતી. મોટી સંખ્યામાં લોકો ક્રિકેટ મેચ જોવા માટે એકઠા થયા હતા.

એક તરફ કોરોના (Corona cases in gujarat) અને ઓમિક્રોનના કેસો વધી રહ્યા છે, ત્યારે એવું લાગી રહ્યું છે કે ભાજપના ધરાસભ્યો માટે કોઈ નિયમો લાગું નથી પડતા. સાથે જનતાની પરવા કર્યા વગર મોટી સંખ્યામાં લોકો ભેગા કર્યા હતા. એક તરફ સામાન્ય લોકો પાસેથી માસ્કના નામ પર મોટો દંડ (fine for not wearing mask in gujarat) લેવામાં આવે છે, તો બીજી તરફ નેતાઓ દ્વારા કોરોના ગાઈડલાઈનના ધજાગરા ઊડાવવા પર તંત્ર મૌન થઈ જાય છે.

આ પણ વાંચો: મુખ્યપ્રધાને બોટાદ ખાતે સ્વામિનારાયણ મંદિર અને સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે લીધી મુલાકાત

આ પણ વાંચો: બોટાદ સાબરમતી રેલવે લાઇન પર 100 ની સ્પીડે ટ્રાયલ, જાન્યુઆરી બાદ ટ્રેન શરૂ થવાના એંધાણ

ABOUT THE AUTHOR

...view details