હનુમાનજીને સેવા કરતાં દર્શાવતા ભીંંતચિત્રો મુદ્દે વિવાદ બોટાદ: સાળંગપુર હનુમાનજી મંદિરનું ધામ હનુમાનજીના કારણે જ ફરી વિવાદમાં આવી ગયું છે. હાલમાં લગાવવામાં આવેલી 54 ફૂટ ઊંચી હનુમાનજીની સૌથી મોટી પ્રતિમાની નીચે લગાવેલી પ્રતિકૃતિઓમાં હનુમાનજીને મહાપુરુષોના સેવક તેમજ પ્રણામ કરતા દર્શાવવામાં આવતા ફોટા અને વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા ફોટો વીડિયો બાદ વિવાદ વકર્યો છે. વાત તો એટલે પહોંચી ગઈ કે જે પ્રતિમાનું ગૃહમંત્રી અમિત શાહે અનાવરણ કર્યું હતું એ જ પ્રતિમાના ઊભા થયેલા વિવાદમાં કથાકાર મોરારીબાપુએ કહ્યું કે આ હિંન ધર્મ છે. વિરોધ કરનારી વિશ્વ હિન્દુ પરિષદ અને ભાજપ પણ શું કહે છે તે જાણીએ અને મોરારી બાપુના શબ્દો શું ?
હનુમાનજીને સેવા કરતાં દર્શાવતા ભીંંતચિત્રો મુદ્દે વિવાદ શા માટે થયો વિવાદ: લાખો કરોડો લોકોના આસ્થાનું કેન્દ્ર બોટાદ જિલ્લાના સાળંગપુરમાં બેઠેલા હનુમાનજી છે. થોડા સમય પહેલા દેશના ગૃહમંત્રી દ્વારા સૌથી મોટી ઉંચી પ્રતિમાનું અનાવરણ સાળંગપુરમાં કરવામાં આવ્યું હતું. પરંતુ થોડો સમય ગયા બાદ સોશિયલ મીડિયા ઉપર સૌથી ઊંચી પ્રતિમાની નીચે લગાવેલી નાની પ્રતિમાઓમાં હનુમાનજીને મહાપુરુષોના સેવક અને પ્રણામ કરતા દર્શાવવામાં આવ્યા છે, જેને પગલે સોશિયલ મીડિયામાં હનુમાનજીનું અને ભગવાન રામને લઈને અપમાન થયું હોવાની પોસ્ટ સોશિયલ મીડિયામાં ફરતી થઈ હતી. જેને પગલે વિવાદ વકર્યો અને મામલો આગળ વધી ગયો છે. જેના પગલે હાલ સુધી મંદિરના સંચાલકો દ્વારા કશું કહેવામાં આવ્યું નથી.
VHP મેદાને: હનુમાનજીની પ્રતિમાને પગલે ઊભા થયેલા સોશિયલ મીડિયામાં વિરોધના વંટોળ વચ્ચે વિશ્વ હિન્દુ પરિષદે એન્ટ્રી મારી હતી. બોટાદ વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ મહેન્દ્રભાઈ લાલજીભાઈ માળીએ જણાવ્યું હતું કે સોશિયલ મીડિયામાં પોસ્ટ વાયરલ થઈ છે તે મામલે અમે મંગળવારે સાળંગપુર ગયા હતા. કોઠારી સ્વામી સાથે વાટાઘાટો થઈ હતી અને અમને એવું કહેવામાં આવ્યું કે વડતાલ અમે જાણ કરી છે. જો હિન્દુ ધર્મની લાગણી દુભાઈ હશે તો તેમાં નિર્ણય થશે. અમારી સામે 10 થી 12 દિવસ પહેલા સમગ્ર ઘટના સામે આવી હતી. જો કે ગૃહમંત્રી આવ્યા ત્યારે મોટી સંખ્યામાં જન્મેદની હોય અને આતિશબાજી હોય તો ગૃહમંત્રીની નજર પડી ન હોય.
દેશના ગૃહમંત્રીએ કર્યું હતું અનાવરણ મોરારીબાપુએ ચાલુ કથાએ પ્રતિમા અંગે શું કહ્યું:મોરારી બાપુએ ચાલુ કથાએ કહ્યું કે "પોતાની શ્રેષ્ઠતા સાબિત કરવા માટે ખબર નહીં કેવી છેતરપિંડી અને દંભ ચાલે છે. અત્યારે આપણા સૌરાષ્ટ્રમાં આટલી મોટી અને સુંદર પ્રતિમા છે. હનુમાનજી એમના કોઈ મહાપુરુષને વંદન કરતા દર્શાવવામાં આવ્યા છે. આ બધો હિંદુ ધર્મ છે હવે વિચારો, સમાજે બહુ જાગૃત થવાની જરૂર છે. લોકો મને કહે છે, બાપુ બોલો, પણ જ્યારે હું બોલું ત્યારે મારી સાથે કોઈ બોલતું નહોતું. હવે તમે બોલો, તમે શું કરો છો બોલો.
દેશના ગૃહમંત્રીએ કર્યું હતું અનાવરણ સાળંગપુર કોઠારી સ્વામીના શબ્દો: સાળંગપુર હનુમાનજીના વિવાદને લઈને ETV ભારત સાથે સાળંગપુરના કોઠારી સ્વામી સાથે ટેલીફોનિક વાતચીત કરી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે કે આજે બાબતે બેઠક થવાની છે. જો કે બોટાદ ભાજપ પ્રમુખ મયુરભાઈ પટેલને ટેલિફોનિક વાતચીત કરતા સાળંગપુર મુદ્દે કોઈ પણ ટિપ્પણી કરવા મનાઈ ફરમાવી હતી.
- કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહ પરિવાર સાથે સાળંગપુર ખાતે લોકાર્પણ પ્રસંગે ઉપસ્થિત રહ્યા
- સાળંગપુર ખાતે અમિતશાહે વિશાળ ભોજનાલયનું કર્યું ઉદ્ધાટન, જાણો તેની વ્યવસ્થા વિશે