ગુજરાત

gujarat

ETV Bharat / state

ગઢડા ગોપીનાથજી મંદિરમાં ચેરમેન પદના વિવાદનો આવ્યો અંત

સોમવારે આચાર્ય પક્ષના પાર્ષદ રમેશ ભગત પોતાના ટ્રસ્ટીઓ સાથે પોતે ચેરમેન પદ સ્વીકારી લીધેલ હોય ત્યારે મંદિર ખાતે દેવપક્ષના ટ્રસ્ટીઓની બેઠક યોજાઇ અને સંપૂર્ણ બહુમતી હોવાથી ચેરમેન પદ યથાવત રહ્યું.

xz
xz

By

Published : Dec 8, 2020, 10:22 AM IST

ગઢડા ગોપીનાથજી મંદિરમાં ચેરમેન પદના વિવાદનો આવ્યો અંત
દેવપક્ષના ટ્રસ્ટીઓની બેઠક યોજાઇ અને સંપૂર્ણ બહુમતી હોવાથી ચેરમેન પદ યથાવત
ફરી વખત દેવપક્ષ સત્તા પર આવ્યું

ગઢડાઃ સોમવારે આચાર્ય પક્ષના પાર્ષદ રમેશ ભગત પોતાના ટ્રસ્ટીઓ સાથે પોતે ચેરમેન પદ સ્વીકારી લીધેલ હોય ત્યારે મંદિર ખાતે દેવપક્ષના ટ્રસ્ટીઓની બેઠક યોજાઇ અને સંપૂર્ણ બહુમતી હોવાથી ચેરમેન પદ યથાવત રહ્યું.

ગઢડા ગોપીનાથજી મંદિરમાં ચેરમેન પદના વિવાદનો આવ્યો અંત

ગોપીનાથજી મંદિરમાં ચેરમેન પદના વિવાદનો અંત

ગઢડા ગોપીનાથજી મંદિરમાં ચેરમેન પદના વિવાદનો અંત આવ્યો છે. આખરે દેવ પક્ષના હરીજીવન સ્વામી જ ચેરમેન પદે યથાવત રહ્યા છે. આચાર્ય પક્ષના પાર્ષદ રમેશ ભગતે પોતાના ટ્રસ્ટીઓ સાથે પોતે ચેરમેન પદ સ્વીકાર્યુ છે. ત્યારે સોમવારે મંદિર ખાતે દેવપક્ષના ટ્રસ્ટીઓની બેઠક યોજવામાં આવી હતી અને સપુણ બહુમતિ હોવાથી ચેરમેન પદ યથાવત રહ્યું હતું. હરિજીવન સ્વામીએ આપ્યું નિવેદન-આચાર્ય પક્ષ દ્વારા કરાયેલી નિમણુકને ગેર બંધારણીય ગણાવી છે. તેમજ આચાર્ય પક્ષ પર ફક્ત ને ફક્ત મંદિરની તિજોરી ઉપર જ નજર છે અને સત્સંગ સમાજને ગેર માર્ગે દોરે છે તેવા આક્ષેપ કરવામાં આવ્યા છે. તો એસપી સ્વામીએ સમગ્ર દેવ પક્ષના આક્ષેપોને ખંડિત કર્યા છે.

બેઠક ન યોજવાથી સત્તામાં આવ્યું પરિવર્તન

ગઢડા ગોપીનાથજી મંદિર સતત વિવાદમાં જોવા મળી રહ્યું છે. કારણ કે મંદિરમાં સત્તાને લઈ આચાર્ય પક્ષ અને દેવ પક્ષમાં કઈ ને કઈ વિવાદ જોવા મળે છે. હાલ મંદિરમાં દેવ પક્ષની સતા છે. ત્યારે સોમવારે આચાર્ય પક્ષના પાર્ષદ રમેશ ભગત દ્વારા પોતાના સભ્યો સાથે ચેરમેનની ઓફિસે પહોંચી પોતાના ત્રણ સભ્યો સાથે પોતાની બહુમતી હોય ચેરમેન તરીકે સતા સંભાળી લીધી હતી. જેમાં તેમને જણાવ્યું હતું કે, ચેરિટી કમિશનરની સૂચના મુજબ મિટિંગ બોલાવવાની હોય છે, જે મિટિંગ યોજવામાં આવી નહોતી, જેને કારણે આ સત્તા પરિવર્તન થયું છે.

સોમવારે મોડી સાંજના દેવપક્ષના ટ્રસ્ટીઓ મંદિર ખાતે આવેલી અને બેઠક કરી પોલીસ બંદોબસ્ત સાથે રમેશ ભગતને ચેરમેન પદેથી હટાવેલ હતા. જયારે મંદિરમાં સવારે 10 વાગ્યાની આસપાસ મંદિરના ટ્રસ્ટીઓની બેઠક મળી હતી અને સપુણ બહુમતી સાથે દેવપક્ષના હરીજીવન સ્વામી ચેરમેન પદે યથાવત રહેલા હતા. જ્યારે આ મામલે હરજીવન સ્વામીએ નિદેવન આપતા જણાવ્યું હતું કે આચાર્ય પક્ષ દ્વારા કરાયેલી નિમણુક ગેર બંધારણીય છે અને આચાર્ય પક્ષને ફક્ત ને ફક્ત મંદિરની તિજોરી ઉપર જ નજર છે અને સત્સંગ સમાજને ગેર માર્ગે દોરે છે તેવા આક્ષેપ કર્યા હતાં. તો બીજી તરફ સામાં પપક્ષે ગઢડા મંદિરના પૂર્વ ચેરમેન એસપી સ્વામીએ દેવ પક્ષના તમામ આક્ષેપોને ખંડીત કર્યા હતાં અને આચાર્ય પક્ષ દ્વારા ચેરમેનની કરાયેલી નિમણુક ભાવનગર ડિસ્ટ્રિક કોર્ટની ગાઈડલાઇન મુજબ કરાઈ છે તેમ જણાવ્યું હતું. દેવ પક્ષે આખી ચૂંટણી ગેર બંધારણીય રીતે જીત્યા છે અને દોઢ વર્ષની અંદર કરોડો રૂપિયાના થયેલા કામોનો હિસાબ ટ્રસ્ટીઓને આપતા નથી તેવા આક્ષેપો કર્યા હતા. સમગ્ર ઘટનાને લઈ મંદિરમાં જિલ્લાની પોલીસનો કાફલો ખડકી દેવામાં આવ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details