- ગઢડા વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી
- કોંગ્રેસ પ્રવક્તાના ભાજપ પર પ્રહાર
- મનહર પટેલની પત્રકાર પરિષદ
ગઢડા: ગઢડા વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીને લઈને કોંગ્રેસ પ્રવક્તા મનહર પટેલે કોંગ્રેસ કાર્યાલય ખાતે પત્રકાર પરિષદનું આયોજન કર્યું હતું. જેમાં ગઢના વિવિધ પ્રશ્નો અંગે ચર્ચા કરવામાં આવી હતી. ભારતીય જનતા પાર્ટી પર પ્રહારો કરતાં મનહર પટેલે કહ્યું કે, 25 વર્ષના શાસનમાં વિકાસના કોઈ જ કામ થયા નથી. સાથે જ તેમણે કોંગ્રેસના ઉમેદવાર મોહન સોલંકીના સમર્થનમાં પ્રચાર પણ કર્યો હતો.