ગુજરાત

gujarat

ETV Bharat / state

મુખ્યપ્રધાને બોટાદ ખાતે સ્વામિનારાયણ મંદિર અને સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે લીધી મુલાકાત

રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે (Chief Minister Bhupendra Patel) બોટાદ જિલ્લાની મુલાકાત લીધી હતી, આ દરમિયાન તેમણે સ્વામિનારાયણ મંદિર (Swaminarayan Temple) અને સાળંગપુર હનુમાનજી મંદિર (Salangpur Hanumanji Temple) ખાતે પણ મુલાકાત લીધી હતી.

By

Published : Oct 23, 2021, 3:52 PM IST

  • મુખ્યપ્રધાને હનુમાનજી મંદિરના કર્યા દર્શન
  • સ્વામિનારાયણ મંદિર તેમજ પ્રમુખ સ્વામી સમાધિની લીધી મુલાકાત
  • મુખ્યપ્રધાને હનુમાનજીની કથાનો લીધો લાભ

બોટાદ : ગુજરાત રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ (Chief Minister Bhupendra Patel)પદ્દ સંભાળ્યા બાદ પહેલીવાર સાળંગપુર પધાર્યા હતા. આ દરમિયાન સાળંગપુર ખાતે આવેલા વિશ્વ પ્રસિદ્ધ BAPS સ્વામિનારાયણ મંદિર (Swaminarayan Temple) ખાતે પ્રમુખ સ્વામી ની સમાધિના દર્શન કર્યા હતા. આ તકે સ્વામિનારાયણ મંદિરના સંતો દ્વારા સ્વામીએ ફુલહાર કરીને તેમનું સ્વાગત કર્યું હતું. આ બાદ મુખ્યપ્રધાન સાળંગપુર હનુમાનજી મંદિર (Salangpur Hanumanji Temple) ખાતે ગયા હતા, ત્યાં તેઓએ મંદિર ખાતે ચાલતા ધજા યજ્ઞમાં પોતાના હસ્તે યજ્ઞમાં આહુતિ આપી, આરતી ઉતારવાનો લાભ લીધો હતો.

મંદિર દ્વારા સાફો પહેંરાવીને સ્વાગત

મુખ્યપ્રધાનના બોટાદના પ્રવાસમાં તેમણે સ્વામીનારાયણ મંદિર ખાતે દર્શન કર્યા હતા, આ બાદ તેઓ સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે ગયા હતા, આ દરમિયાન તેઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ તકે બોટાદ જિલ્લા પ્રભારી વિનુ મોરડીયા, આત્મારામ પરમાર, જયેશ રાદડિયા, પ્રશાંત કોરાટ, જિલ્લા ભાજપ પ્રમુખ ભીખુ વાઘેલા સહિતના ભાજપના નેતાઓ હાજર હાજર રહ્યા હતા. આ દરમિયાન મુખ્યપ્રધાનને મંદિર દ્વારા સાફો પહેંરાવીને સ્વાગત કરવામાં આવ્યું હતું. કથા દરમિયાન મુખ્યપ્રધાને જણાવ્યું હતું કે, અહીં કથામાં બોલવાનું નહિ પણ સાંભળવાનું હોય, આ ઉપરાંત તેમણે વધુમાં કહ્યું કે, અહીથી પ્રજાના કાર્ય માટે કંઈક લઈ જવાનું હોય છે.

આ પણ વાંચો:

ABOUT THE AUTHOR

...view details