ગુજરાત

gujarat

ETV Bharat / state

બોટાદમાં વોર્ડ નંબર 6ના નાગરિકો નગરપાલિકાની કાર્યવાહીથી હેરાન પરેશાન - Botad Municipality Ward No. 6

બોટાદ : નગરપાલિકા વિસ્તારમાં વોર્ડ નંબર 6 ની શેરી નંબર 1 વિસ્તારમાં નગરપાલિકા દ્વારા રોડનું કામ છેલ્લા એક માસથી શરૂ કરવામાં આવેલુ છે. આ રોડનું કામ શરૂ થતા હાલમાં તેનુ ખોદકામ કરેલુ છે. જે અધુરૂ મુકેલા કામમાં ખોદકામ કરતા નળ તથા ગટર કનેક્શન તૂટી ગયા હતાં. જેના કારણે ખુલ્લામાં ગંદા પાણી ફેલાયા છે.

botad
બોટાદ

By

Published : Dec 29, 2019, 8:46 PM IST

બોટાદ નગરપાલિકા વિસ્તારમાં વોર્ડ નંબર 6માં શેરી નંબર 1 વિસ્તારમાં સફાઈના અભાવે કચરાના ઢગ જોવા મળે છે. તેમજ ગંદકી ફેલાયેલી છે. તે ઉપરાંત નિયમિત સફાઈ થતી નથી. તેમજ કચરા પેટી પણ મુકવામાં આવતી નથી. તથા નિયમિત રીતે પાણી આપવામાં આવતું નથી. જેના કારણે લોકો પારાવાર મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. લોકોએ અવાર નવાર રજૂઆત કરવા છતાં બોટાદ નગરપાલિકા તરફથી કોઇપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી.

વોર્ડ નંબર 6ના નાગરિકો નગરપાલિકાની કાર્યવાહીથી હેરાન પરેશાન

આ વિસ્તારના લોકો ખૂબ જ પરેશાન થઈ ગયા છે. હાલમાં રોડનું ખોદકામ કરેલું હોય જેના કારણે લોકોને ઘરમાંથી બહાર આવવા માટે પણ મુશ્કેલી પડે છે. તેમજ ખોદકામ કરેલા રોડ પર જ્યાં ત્યાં પાણી ફેલાયેલ છે. તે ઉપરાંત તૂટેલી ગટર હોય તેમજ પાણી પણ નિયમિત રીતે આવતું નથી. જેથી લોકો ખૂબ પરેશાન થઇ ગયા છે. આ વિસ્તારમાં પોતાના ઘરમાં રહેવું પણ મુશ્કેલ થઈ પડે છે. જેથી આ વિસ્તારના લોકોએ માંગણી કરી છે કે, તુરંત આ વિસ્તારમાં અધૂરા મૂકેલા કામો પૂર્ણ કરવામાં આવે.

ABOUT THE AUTHOR

...view details