- તમામ દુકાનો આગળ કુંડાળા દોરવામાં આવ્યા
- સોશિયલ ડિસ્ટન્સ જળવાય તે માટે કરાઈ કામગીરી
- કોરોનાની ચેઈન તોડવા માટે આ કાર્યો કરવામાં આવ્યા
બરવાળા: સમગ્ર રાજ્યમાં કોરોના કેસ વાયુવેગે વધી રહ્યા છે. ત્યારે બરવાળા નગરપાલિકા દ્વારા બજારોમાં દુકાનોની બહાર લોકોની ભીડ એકઠી ન થાય તે માટે અને સોશિયલ ડિસ્ટન્સ જળવાય તે માટે કુંડાળા દોરવામાં આવ્યા હતા.
સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાય તે હેતુથી બરવાળા નગરપાલિકા દ્વારા દુકાનો બહાર કુંડાળા દોરવામાં આવ્યા કોરોનાની ચેઈન તોડવા માટેનો પ્રયાસ
કોરોનાનું સક્રમણ રોકવા માટે જિલ્લામાં અલગ અલગ ગામોમાં લોકો સ્વેચ્છાએ પોતાના વેપાર ધંધા બંધ રાખી રહ્યા છે અને કોરોનાની ચેઈન તોડવા માટેના પ્રયાસો કરી રહ્યા છે. ત્યારે કોરોનાનું સક્રમણ વધુ ન ફેલાય તે લઈને લોકોએ માસ્ક પહેરવું અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવું ફરજિયાત હોય ત્યારે બરવાળા નગરપાલિકા વિભાગ દ્વારા મહત્વની કામગીરી હાથ ધરવામાં આવી છે. બરવાળા શહેરમાં આવેલી તમામ દુકાનો બહાર હાલ નગરપાલિકાના કર્મચારીઓ દ્વારા કુંડાળા બનાવવામાં આવી રહ્યા છે અને બરવાળામાં આવેલી તમામ દુકાનો બહાર આ કુંડાળા દોરવામાં આવશે.