બોટાદઃ ઈટીવી ભારતના માધ્યમથી બોટાદ માર્કેટિંગ યાર્ડના ચેરમેને લોક સંદેશ આપ્યો છે. જેમાં તેમણે કહ્યું કે, આ વાઇરસ ચેપીરોગ છે, જેથી સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવું જોઈએ. આ ઉપરાંત લોકોએ ઘરની બહાર નીકળવાનું ટાળવું જોઈએ અને સરકારના આદેશોનું પાલન કરવું જોઈએ.
બોટાદ માર્કેટિંગ યાર્ડના ચેરમેને કોરોના વાઇરસને લઈને પ્રજાજોગ સંદેશ આપ્યો - કોરોના વાયરસની સારવાર
બોટાદ માર્કેટિંગ યાર્ડના ચેરમેન જોરુભાઈ ધાધલએ કોરોના વાઇરસની મહામારીને લઈને લોકોને સંદેશ આપ્યો છે. જેમાં તેમણે લોકોએ ઘરની બહાર નહીં નીકળવા અપીલ કરી છે.
બોટાદ માર્કેટિંગ યાર્ડના ચેરમેને કોરોના વાઇરસને લઈને પ્રજાજોગ સંદેશ આપ્યો
ચેરમેને લોકોને અપીલ કરતાં જણાવ્યું હતું કે, આ વાઇરસથી બચવા માટે વારંવાર સેનિટાઈઝરથી અથવા સાબૂથી હાથ ઘોવા જોઈએ.
વધુમાં તેમણે કહ્યું કે, બોટાદ માર્કેટિંગ યાર્ડમાં પૂરતા પ્રમાણમાં શાકભાજી આવે છે. જેથી લોકોએ માર્કેટિંગ યાર્ડમાં ભીડ કરવી નહીં. આ ઉપરાંત પ્રશાસન દ્વારા ઘરે-ઘરે શાકભાજી પહોંચાડવા માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. જેથી જરૂર વગર લોકોએ ઘરની બહાર નીકળવું નહીં અને સરકારના આદેશોનું પાલન કરવું.