ગુજરાત

gujarat

ETV Bharat / state

બોટાદના સાળંગપુર કષ્ટભંજન હનુમાનજીના મંદિરમાં હનુમાન જયંતિની ઉજવણી કરાઈ - news of botad

બોટાદના પ્રખ્યાત સાળંગપુર કષ્ટભંજન હનુમાન મંદિરમાં હનુમાન જયંતિની ઉજવણી કરવામાં આવી. કોરોનાની પરિસ્થિતિને પગલે મંદિરમાં ફક્ત સંતો અને મહંતોની હાજરીમાં જ ઉજવણી કરવામાં આવી હતી, જ્યારે હરિભક્તો માટે ઓનલાઇન દર્શનની વ્યવસ્થા કરાઈ હતી.

બોટાદ
બોટાદ

By

Published : Apr 27, 2021, 9:31 PM IST

  • 1,111 કિલોના લાડુનો ભોગ ધરવામાં આવ્યો
  • સંતો અને મહંતોની હાજરીમાં ઉજવણી કરાઈ
  • મારુતિયજ્ઞ કરવામાં આવ્યો

બોટાદ: શ્રધ્ધાનું બીજુ નામ એટલે સાળંગપુર ધામ કે જ્યાં દર વર્ષે ખુબ જ ધામધૂમપૂર્વક હનુમાન જયંતિની ઉજવણી કરવામાં આવતી હોય છે, અહીંયા લાખોની સંખ્યામાં હરિભક્તો દર્શન માટે આવતા હોય છે. ત્યારે કોરોના પરિસ્થિતિને ધ્યાનમાં લઇ મંદિર વિભાગ દ્વારા માત્ર સંતો અને મહંતોની હાજરીમાં જ ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દાદાને સોનાના આભૂષણો પહેરાવામાં આવ્યા હતા. દાદાને સવારે શણગાર, આરતી તેમજ સંતો દ્વારા છડી અભિષેક કરવામાં આવ્યો હતો.

બોટાદ

"હૈ હનુમન્ હર સંકટ મે" પુસ્તકનું વિમોચન

વિશેષમાં આજના આ પાવન દિવસે દાદાના નીતિપ્રવિણ (હનુમત સ્તોત્ર) કથા પર આધારિત "હૈ હનુમન્ હર સંકટ મે" પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું તેમજ શ્રી કષ્ટભંજનદેવને 1111 કિલોના લાડુનો ભોગ ધરાવવામાં આવ્યો અને એ લાડ કોરોના વોરિયર્સ ડોકટરો અને નસોને પ્રસાદ રૂપે આપવામાં આવ્યો છે અને મંદિરના પૂજ્ય અથાણાવાળા સંતમંડળના શાસ્ત્રી સ્વામી શ્રી હરિપ્રકાશદાસજી દ્વારા હાલની કોરીના મહામારીને લક્ષમાં લઈ સમગ્ર વિશ્વના કલ્યાણ તથા કોરોના મહામારીના નિવારણ અર્થે મારુતિયજ્ઞ કરવામાં આવ્યો હતો તેમજ કોરોના મહામારીમાં દેવલોક પામેલ આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી દાદાનો શાંતિપત્ર મોકલવામાં આવેલ છે.

ABOUT THE AUTHOR

...view details