- ગોપીનાથજી મંદિર દ્વારા વચનામૃત ગ્રંથના પ્રાગટ્ય દિનની ઉજવણી કરાઈ
- કોરોનાની ગાઈડ લાઈન મુજબ ઉજવાયો કાર્યક્રમ
- ગ્રંથને પુષ્પ અને સૂકામેવાનો અભિષેક કરવામાં આવ્યો
ગઢડા/ બોટાદ: ગઢડાના ગોપીનાથજી મંદિર દ્વારા વચનામૃત ગ્રંથને 201 વર્ષ પૂર્ણ થવાના અવસરે પ્રાગટ્ય દિનની ઉજવણી કરવામાં આવી હતી. મંદિરના સંતો દ્વારા ગ્રંથને પુષ્પ અને સૂકામેવાનો અભિષેક કરવામાં આવ્યો હતો. કોરોનાની ગાઈડ લાઈનના પાલન સાથે સમગ્ર કાર્યક્રમ સાદગીથી ઉજવવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં સાળંગપુર હનુમાનજી મંદિરના શાસ્ત્રી હરિપ્રકાશ દાસજી ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
ગોપીનાથજી મંદિર દ્વારા વચનામૃત ગ્રંથના પ્રાગટ્ય દિનની ઉજવણી કરાઈ વચનામૃત લખવાની શરૂઆત આજ સ્થળે કરવામાં આવી હતી
સ્વામિનારાયણ ભગવાન હરિભક્તોની સભામાં જે બોલતા તેમના મુખારવિંદના શબ્દો સંતોએ લખ્યા અને વચનામૃત ગ્રથમાં લખવામાં આવતા. જે ગ્રંથને 201 વર્ષ પૂર્ણ થયા ત્યારે વચનામૃત ગ્રંથના પ્રાગટ્ય દિનની આજે ગઢડા ટેમ્પલ બોર્ડ દ્વારા સંતોની હાજરીમાં ઉજવણી કરવામાં આવી હતી. વચનામૃત ગ્રંથ લખવાની શરૂવાત આજ સ્થળ પર કરવામાં આવી હતી. તે જ સ્થળ પર આજે સંતો દ્વારા વચનામૃત ગ્રંથ પર પુષ્પ અભિષેક કરવામાં આવ્યો અને વચનામૃત ગ્રંથની આરતી કરવામાં આવી હતી. ઉજવણી પ્રસંગે ગઢડા ગોપીનાથજી ટેમ્પલ બોર્ડના ચેરમેન હરિજીવન સ્વામી, સાળંગપુર હનુમાનજી મંદિરના શાસ્ત્રી હરિપરકાશ દાસજી ખાસ રહ્યા હાજર હતા. સમગ્ર કાર્યક્રમ કોવિડની ગાઈડ લાઈન મુજબ સાદાઈથી ઉજવવામાં આવ્યો હતો.