ગુજરાત

gujarat

ETV Bharat / state

બોટાદમાં કેબિનેટ મંત્રીની ઉપસ્થિતિમાં કરાઈ યોગ દિનની ઉજવણી - rajeshkumar shah

બોટાદઃ જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા પાંચમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભવ્ય ઉજવણી કરાઈ હતી. જેમાં કેબિનેટ મંત્રી, રેન્જ આઈ.જી, કલેક્ટર, પોલીસ વડા અને જિલ્લા વિકાસ અધિકારી સહિતના મહાનુભાવો જોડાયા હતા.

hd

By

Published : Jun 22, 2019, 4:14 AM IST

બોટાદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આજરોજ સરકારી હાઈસ્કૂલ ના મેદાન માં વિશ્વ યોગ દિવસ નિમિત્તે ભવ્ય સામૂહિક યોગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ.

જેમાં કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા, ભાવનગર રેન્જ આઇજી અશોક કુમાર યાદવ, બોટાદ કલેક્ટર સુજીત કુમાર, બોટાદ એસ પી હર્ષદ મહેતા, અને બોટાદ જિલ્લા વિકાસ અધિકારી આશીષ કુમાર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે સ્કુલ ના વિદ્યાર્થીઓ પોલીસ જવાન, સરકારી કર્મચારીઓ, યુવાનો, મહિલાઓ, વડીલો સહિતના નાગરિકોએ ઉત્સાહભેર ભાગ લઈ અને શારીરિક અને માનસિક તંદુરસ્તી માટે યોગ કરી અને વિશ્વ યોગ દિવસ ની ઉજવણી કરી હતી.

ABOUT THE AUTHOR

...view details