ગુજરાત

gujarat

ETV Bharat / state

બોટાદ નગરપાલિકા સ્વચ્છતાના નામે મીંડુ, લોકોને હાલાકી - water problem

બોટાદઃ બોટાદના વોર્ડ નંબર 9માં પીવાનું પાણી, ગટર, રસ્તાઓ તેમજ સફાઈ જેવી સુવિધાઓનો અભાવ હોવાથી અનેક વાર બોટાદ નગરપાલીકામાં રજુઆત કરવામાં આવી છે, તેમ છતા કોઈ કામ ન થતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તો આ સાથે હાલમાં મુસ્લીમોનો પવિત્ર રમજાન માસ ચાલી રહ્યો છે જેથી પુરતા પ્રમાણમાં આ વિસ્તારમા પાણી મળી રહે તેમજ વહેલી તકે રસ્તાઓની સફાઈ થાય તેવા આ વિસ્તારના લોકો માગણી કરી રહયાં છે.

બોટાદ નગરપાલિકા ના સ્વચ્છતા ના નામે મીંડુ.

By

Published : Jun 4, 2019, 1:34 PM IST

બોટાદ જીલ્લો તો બની ગયો છે,પરંતુ બોટાદ શહેર પાયાની સુવિધાઓથી વંચીત રહી ગયો છે. શહેરમાં અનેક વોર્ડમાં પીવાનું પાણી, ગટર,રસ્તાઓ તેમજ સફાઈ જેવી સુવિધાઓનો અભાવ છે. સ્થાનિકલોકોના જણાવ્યા મુજબ,બોટાદનો વોર્ડ નં.9 મુસ્લીમ વિસ્તાર હોવાથી આ વિસ્તારમાં પીવાનું પાણી 9થી 10 દિવસે આવે છે,અને સફાઈ માટે નગરપાલિકા તરફથી કોઈ આવતું નથી. તેમજ આ વિસ્તારમાં અનેક મકાનો જર્જરીત હાલતમા છે ,જોકે આ મકાનો કયારે ધરાશાહી થાય અને મોટી દુર્ઘટના થાય તો તેની જવાબદારી કોની ? તેમજ રોડ રસ્તા પણ તુટી ગયેલી હાલતમાં છે તો રોડ ઉપર તથા મસ્જીદની આજુ-બાજુમાં ગંદુ પાણી તેમજ કચરાના ઢગ જોવા મળે છે. આ બાબતે અનેક વાર બોટાદ નગર પાલીકામા રજુઆત કરવામાં અવી છે, તેમ છતા કોઈ કામ થતા નથી હાલમાં મુસ્લીમોનો પવિત્ર રમજાન માસ ચાલી રહ્યો છે, જેથી પુરતા પ્રમાણમાં આ વિસ્તારમા પાણી મળી રહે તેમજ વહેલી તકે રસ્તાઓની સફાઈ થાય તેવી માંગ આ વિસ્તારના લોકો કરી રહયાં છે.

બોટાદ નગરપાલિકા ના સ્વચ્છતા ના નામે મીંડુ.

ABOUT THE AUTHOR

...view details