ગુજરાત

gujarat

ETV Bharat / state

બોટાદઃ ચૂંટણી પહેલાં કોંગ્રેસને HCનો ઝાટકો, 14 ઉમેદવારો નહી લડી શકે ચૂંટણી - ગુજરાત હાઈકોર્ટ

28 ફેબ્રુઆરીએ નગરપાલિકા અને જિલ્લા પંચાયતની ચૂંટણી યોજાય તે પહેલાં બોટાદ કોંગ્રેસને મોટી મુશ્કેલી સહન કરવી પડી શકે છે. આજે ગુજરાત હાઈકોર્ટે 14 ઉમેદવારના ફોર્મ રદ કરવાના મામલે દાખલ કરાયેલી પિટિશનને ફગાવી હતી અને ચૂંટણી પંચના નિર્ણયમાં હસ્તક્ષેપ કરવાનો ઇન્કાર કર્યો હતો.

બોટાદઃ ચૂંટણી પહેલાં કોંગ્રેસને HCનો ઝાટકો, 14 ઉમેદવારો નહી લડી શકે ચૂંટણી
બોટાદઃ ચૂંટણી પહેલાં કોંગ્રેસને HCનો ઝાટકો, 14 ઉમેદવારો નહી લડી શકે ચૂંટણી

By

Published : Feb 26, 2021, 5:02 PM IST

Updated : Feb 26, 2021, 5:45 PM IST

  • ચૂંટણી પહેલાં કોંગ્રેસને મોટો ઝટકો
  • બોટાદના 14 ઉમેદવારો નહીં લડી શકે ચૂંટણી

બોટાદઃ બોટાદ જિલ્લામાં અગાઉ કોંગ્રેસના 14 ઉમેદવારોના ફોર્મ રદ કરવામાં આવ્યાં હતાં. જેમાં અરજદારોએ રિટર્નિંગ ઓફિસરે તેમને સાંભળ્યા ન હોવાની ફરિયાદ કરી હતી. તેમજ કોઈ પણ યોગ્ય કારણ વિના ઉમેદવારી રદ કરાઈ હોવાની અરજી કરવામાં આવી હતી.

ઉમેદવારી રદ મામલે થયેલી પિટિશન કોર્ટે ફગાવી

અરજદારના વકીલે જણાવ્યું હતું કે રિટર્નિંગ ઓફિસરે સ્ક્રૂટિનીનો સમય પૂરો થતાં સાંજે 7 વાગે ફોર્મ કની અંદર મેન્ડેટની સહી ન હોવાનું જણાવ્યું હતું. આ કારણે ફોર્મ રદ કરવામાં આવ્યાં છે. જો કે અરજી થતાં નામદાર હાઇકોર્ટે ચૂંટણી પંચ પાસેથી જવાબ માગ્યો હતો અને આજે હાઇકોર્ટે પિટિશન ફગાવી હતી.

Last Updated : Feb 26, 2021, 5:45 PM IST

ABOUT THE AUTHOR

...view details