બોટાદ: સમઢિયાળા નંબર 1 ગામે દલિત યુવાનની બહેનને આધારકાર્ડ કઢાવવું હતું. તેમજ તેના ફોમમાં સરપંચની સહી કરાવવાની હતી. આ કારણે દલિત યુવક સરપંચને ત્યાં ગયો હતો અને આ દલિત યુવક સરપંચને ત્યાં જતા સરપંચના પતિ દ્વારા જાતિ વિષયક હડધૂત કરી અને દલિત યુવાનને દૂર ઊભા રહેવા જણાવીને અસ્પૃશ્યતા ભર્યું વર્તન કરવામાં આવ્યું હતું.
બોટાદના સમઢિયાળામાં દલિત યુવાન સાથે સરપંચના પતિ દ્વારા અસ્પૃશ્યતા ભર્યું વર્તન - બોટાદ પોલીસ સ્ટેશનમાં એટ્રો સિટીની ફરિયાદ
બોટાદ તાલુકાના સમઢિયાળા નંબર- 1 ગામે અનુસૂચિત જાતિના યુવાન સાથે સરપંચના પતિ દ્વારા અસ્પૃશ્યતા ભર્યું વર્તન કરવામાં આવ્યુ હતું. જેથી દલિત યુવાન દ્વારા બોટાદ પોલીસ સ્ટેશનમાં એટ્રોસિટીની ફરિયાદ કરવામાં આવી છે.
બોટાદ
આ બાબતનો વીડિયો વાયરલ થતા અનુસૂચિત જાતિના યુવાને આભડછેટ રાખવા બદલ તેમજ અસ્પૃશ્યતા બાબતની ફરિયાદ સરપંચના પતિ વિરુદ્ધ બોટાદ પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, બોટાદ તાલુકાના સમઢિયાળા નંબર 1ના સરપંચ મહિલા હોવા છતાં સમઢિયાળા નંબર 1 ગામનો વહીવટ સરપંચના પતિ દ્વારા અને તેઓની સહીથી કરવામાં આવે છે.