બોટાદઃ લોકોમાં જાગૃતતા આવે અને લોકો સાયબર ક્રાઇમનો ભોગ ન બને તેવા હેતુસર ગુરૂવારના રોજ બોટાદ જિલ્લા પોલીસ દ્વારા કાર્યક્રમ રાખવામાં આવેલ હતો. આ કાર્યક્રમમાં સાઇબર ક્રાઇમના જે ગુનો બને છે, તેની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. તેમજ બેંક મેનેજર દ્વારા જણાવેલ કે બેંક ક્યારેય કોઈની પાસે otp કે અન્ય નંબરો માગતી નથી જેપી કોઈએ કોઈપણ પ્રકારના સિક્રેટ નંબરો આપવા નહીં તેમજ લોકોએ પણ ઇન્ટરનેટનો ઉપયોગ સતર્કતા રાખી કરવો જોઈએ તેમજ પોતાની ગુપ્ત માહિતી કોઈને ન આપવી જોઈએ આ બાબતે બોટાદ એસપી દ્વારા સાઇબર ક્રાઇમના બનેલી વિવિધ ગુનાઓ અંગે જાણકારી આપી હતી.
બોટાદ ખાતે બોટાદ જિલ્લા પોલીસ તથા નગરપાલિકા દ્વારા સાયબર ક્રાઈમ અવેરનેસ કાર્યક્રમ યોજાયો - સાયબર ક્રાઈમ અવેરનેસ કાર્યક્રમ
બોટાદ ખાતે નાનાજી દેશમુખ હોલમાં સાયબર ક્રાઈમ અવેરનેસ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, આ કાર્યક્રમનો મૂળભૂત હેતુ હાલમાં ઈન્ટરનેટ દ્વારા જે ક્રાઇમ કરવામાં આવે છે, જેવા કે ફોન દ્વારા લોભામણી જાહેરાતો કરવી તેમજ અન્ય સ્કીમો કરવી તેમજ કોઈ પણ લીંકને ટચ ન કરવા વગેરે જેવી જાહેરાતો લઈને લોકો સાથે તેમના otp લઈ અને તેમના બેંકના નાણાં ઉપાડી લેવામાં આવે છે, તેમજ અન્ય ક્રાઇમ પણ બનવા પામે છે.

સાયબર ક્રાઈમ અવેરનેસ કાર્યક્રમ યોજાયો
પોલીસ તથા નગરપાલિકા દ્વારા સાયબર ક્રાઈમ અવેરનેસ કાર્યક્રમ યોજાયો
વધુમાં જણાવ્યુ કે સાયબર ક્રાઈમને લગતા ગુનાનો ભોગ જો કોઈ નાગરિક બને તો તેણે તાત્કાલિક તેમને લગતી બેંકનો સંપર્ક કરવો અથવા તો સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ 112 નંબર પર જાણ કરી મદદ મેળવી શકાય છે.