- બોટાદ એલ.સી.બી ટીમ દ્વારા પોકેટ કોપની મદદથી બે ચોરને ઝડપી પાડ્યા
- આ બંને શખ્સો પાસેથી કુલ 28 મોટર સાઈકલ ચોરી મળી આવી
- બોટાદ એલ.સી.બી.એ કુલ 4,65,000 નો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો
બોટાદઃ શહેર પોલીસ દ્વારા પોકેટ કોપની મદદથી એક સાથે 28 મોટર સાયકલ ચોરીસાથે બે વ્યક્તિઓને ઝડપી પાડ્યા છે. ધંધુકા અને નાવડા ગામના બંને શખ્સો પાસેથી કુલ 28 મોટર સાયકલ ચોરી મળી આવી હતી. બોટાદ એલ.સી.બી.એ કુલ 4,65,000 નો મુદામાલ જપ્ત કર્યો છે. આ બદમાશો મોટર સાયકલના નંબર બદલી ગ્રામ્ય વિસ્તારોમાં સસ્તા ભાવે વેચાણ કરતા હતા.
બોટાદ પોલીસે ચોરેલી 28 મોટર સાયકલ સાથે બે શખ્સોની ધરપકડ કરી બોટાદ પોલીસે આકરી પૂછપરછ કરી
બોટાદ એસપી હર્ષદ મહેતા દ્વારા અનડીટેક્ટ ગુનાઓ શોધી કાઢવાના સુચના કર્યું હોવાથી ગત્ત તારીખ 25 ડિસેમ્બરે બોટાદ એલ.સી.બી. સ્ટાફના પોલીસ ઇન્સ્પેક્ટર તથા એલ.સી.બી. સ્ટાફે જિલ્લામાં મિલકત સબંધિત ગુનાઓ અટકાવવા પેટ્રોલિંગમાં હાથ ધર્યું હતું. તે સમયે બાતમીના આધારે બે ઇસમો સાળંગપુર તરફથી એક ચોરીનું મોટર સાયકલ લઇને ઝડપી પાડ્યા હતા. તેમની પાસેથી ગાડીના કાગળો ના મળી આવતા બંને શખ્સોને આકરી પુછપરછ કરતા આ મોટર સાયકલ ચોરી કર્યાનું કબુલ કર્યું હતું. આ બંને શખ્સોની એલ.સી.બી દ્વારા આકરી પુછપરછ કરતા કુલ 28 મોટર સાયકલ ચોરી કર્યાની કબુલાત કરવામાં આવી હતી.
આરોપીઓના નામ
આ ગુનાના આરોપીઓ (1) હરેશ ઉર્ફે હરી પ્રેમજીભાઇ મેટાલીયા (2) પ્રેમજીભાઇ રવજીભાઇ બામરોલીયા આ બન્ને આરોપીઓ બોટાદની આસપાસના વિસ્તારમાંથી મોટર સાયકલ ચોરી કરી આરોપી પ્રેમજીભાઈના ગામ નાવડા લઈ જઈને ત્યાં ગાડીના એન્જીન નંબર અને ચેસીસ નંબર બદલાવીને ગ્રામ્ય વિસ્તારોમાં સસ્તા ભાવે વેચાણ કરતા હતાં. આમ બોટાદ એલ.સી.બી. ને એક સાથે 28 મોટરસાયકલ ચોરીનો ભેદ ઉકેલવામાં સફળતા મળી છે.