ગુજરાત

gujarat

By

Published : Oct 27, 2019, 11:21 PM IST

ETV Bharat / state

બોટાદ PGVCLના અધિકારીનો હાથમાં ધારિયા સાથેનો વીડિયો થયો વાયરલ

બોટાદ: PGVCLના અધિકારી મોરારજીભાઈ રૂગનાથભાઈ સાબવાને ઘરે વીજ બિલની ઉઘરાણી કરવા માટે ગયા હતાં, ત્યાં અધિકારીઓએ ખુલ્લું ધારીયુ લઈને દાદાગીરી કરી હતી. આ બાબતે મોરારજીભાઈએ બોટાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાવેલ છે.

etv bharat

બોટાદ તાલુકાના સમઢિયાળા નંબર 1 ગામે મોરારજીભાઈ રૂગનાથભાઈ સાબવાનું ઘરનું લાઇટ બિલ બાકી હતું. જે લાઈટ બિલ ભરવા માટે PGVCLના અધિકારીઓ સમઢિયાળા નંબર 1 ગામે ગયેલા હતાં અને તેઓએ મોરારજીભાઈને ફોન કરી જણાવેલ કે, તમારું લાઈટ બિલ બાકી છે, તે ભરી જાવ નહિતર પછી તમારી લાઈટ કાપી નાખવામાં આવશે. આમ, કહેતા મોરારજીભાઈએ જણાવેલ કે, હું અત્યારે વાડીએ છું અને મારે વાડીમાં માણસો કામ કરતા હોય હું આવી શકું તેમ નથી. હું આવતીકાલે લાઈટ બિલ ભરી આપીશ.

PGVCLના અધિકારી દ્વારા હાથમાં ધારિયા સાથેનો વીડિયો થયો વાયરલ

જેથી, આ PGVCLના અધિકારી મોરારજીભાઇની વાડીએ આવેલા હતાં અને વાડીમાં આવીને જેમ ફાવે તેમ બોલતા હતાં, જેથી મોરારજીભાઈ એ આ કર્મચારીને જેમ ફાવે તેમ નહિં બોલવા જણાવેલ પરંતુ, આ કર્મચારી અચાનક જ તેના વાહનમાં રહેલ ધારીયુ કાઢીને મારવા દોડ્યા હતાં અને બાદમાં ત્યાં આજુબાજુના ખેડૂતો આવી જતા તેમને બચાવી લીધા હતાં.

લેખિત ફરીયાદ

આ બાબતે મોરારજીભાઈએ બોટાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાવેલ છે. તેમ છતા બોટાદ પોલીસ દ્વારા એક 1 માસ જેટલો સમય થયેલ હોવા છતા ફરીયાદ નોંધાયેલ નથી કે, કોઈ કાર્યવાહી કરેલી નથી. આમ, પીજીવીસીએલના અધિકારીઓ ખુલ્લા હથિયાર સાથે દાદાગીરી કરી વીજ બિલની ઉઘરાણી કરતા હોય તેઓની સામે બોટાદ પોલીસે કાર્યવાહી કરવી જોઈએ અને પોલીસ ફરિયાદ દાખલ કરવી જોઈએ, તેવી માગણી મોરારજીભાઈએ કરેલી છે. તેમજ આક્ષેપ કરેલ છે કે, બોટાદ પોલીસ અને PGVCLના કર્મચારી વચ્ચે મીલીભગત હોવાના કારણે અમારી ફરિયાદ પોલીસ લેતી નથી. તો તાકીદે અમારી ફરિયાદ દાખલ કરે તેવી માગ કરી છે.

લેખિત ફરીયાદ
લેખિત ફરીયાદ

ABOUT THE AUTHOR

...view details