બોટાદ તાલુકા સેવા સદનથી નાગરીકો થયા ત્રસ્ત - Taluka sadan problem
બોટાદ: તાલુકા સદનમાં સોલાર પેનલની આશરે 100 જેટલી પેનલ હોવા છતાં પરેશાની ભોગવતા નાગરિકો માટે તેનો ઉપયોગ કરવામાં આવતો નથી. આ ઉપરાંત, નાગરિકો સાથે અસભ્યતા ભર્યું વર્તન પણ કરવામાં આવે છે.
બોટાદ તાલુકા સેવા સદનથી નાગરીકો થયા ત્રસ્ત
બોટાદ તાલુકા સદનમાં વિવિધ કચેરીઓને લઇને પોતાના કામ અનુસાર આવકનો, જાતિનો, રેશન કાર્ડના દાખલા કઢાવવા આવતા લોકો સાથે સ્ટાફ દ્વારા અસભ્ય વર્તન કરવાામાં આવી રહ્યું છે. લોકોની વારંવાર રજૂઆત કરવા છતાં અધિકારીઓ એકબીજા પર કામ ઢોળી રહ્યા છે. દૂરથી આવતા લોકો માટે બેસવાની પણ સુવિધા ઉપલ્બધ નથી. પીવાના પાણીના કુલરો પણ બંધ હાલતમાં આવેલ છે, જેની પણ નોંધ લેવામાં આવી રહી નથી. લોકો માટે બનેલી સરકારનો કોઇ લાભ બોટાદ તાલુકા સદને આવતા નાગરિકોને મળતો નથી.