બોટાદ: શ્રી દિગંબર જૈન સ્વાધ્યાય મંદિર દ્વારા જરૂરિયાત મંદોને 131 ઘર વપરાશની ચીજ-વસ્તુઓની કીટ બનાવી જરૂરિયાત મંદ લોકોને વિતરણ કરવામાં આવી હતી.
બોટાદ: ગુરુદેવ કાનજીસ્વામી 131મી જન્મ જયંતી નિમિત્તે જરૂરીયાત મંદને કીટ વિતરણ કરવામાં આવી - કોરોના વાઇરસની અસર
બોટાદ મધ્યે શ્રી દિગંબર જૈન સ્વાધ્યાય મંદિર દ્વારા ગુરુદેવ શ્રી પૂજ્ય કાનજી સ્વામીની 131મી જન્મ જયંતી નિમિત્તે 131 જીવન જરૂરી ચીજવસ્તુઓની કીટ બનાવી જરૂરિયાત મંદોને વિતરણ કરવામાં આવી હતી.
શ્રી દિગંબર જૈન સ્વાધ્યાય મંદિર દ્વારા દર વર્ષે પૂજ્ય ગુરુદેવશ્રી કાનજી સ્વામીની જન્મ જયંતી નિમિત્તે વિવિધ પ્રકારના કાર્યક્રમોની ઉજવણી બોટાદ દિગંબર જૈન સંઘ દ્વારા કરવામાં આવે છે.
લોકડાઉનની સ્થિતિમાં બોટાદ દિગંબર જૈન સ્વાધ્યાય મંદિર દ્વારા આજની 131મી જન્મ જયંતી ની ઉજવણી કરવાનું મુલતવી રાખવામાં આવ્યુ હતું. પરંતુ તેના બદલે પૂજ્ય ગુરુદેવશ્રી કાનજીસ્વામીની 131મી જન્મ જયંતી નિમિત્તે જરૂરિયાત મંદ લોકોને 131 ઘર વપરાશની જીવન જરૂરિયાતની ચીજ-વસ્તુઓની કીટ બનાવી જરૂરિયાતમંદ લોકોને વિતરણ કરવામાં આવી હતી.