- બોટાદમાં વિવિધ પડતર માગણીઓને લઈ આપવામાં આવ્યું આવેદનપત્ર
- પ્રાથમિક શિક્ષકોને 4200 ગ્રેડ પે આપવા, વ્યાયામ શિક્ષકોની ભરતી કરવી જેવા મુદ્દાઓ
- ગાંધી ચીધ્યા માર્ગે આંદોલનની ચીમકી
બોટાદ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે વિવિધ પડતર માંગણીઓને મુદ્દે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું
બોટાદ: બોટાદમાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે બુધવારે બોટાદ જીલ્લા કલેક્ટર કચેરીએ જઇ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના જિલ્લા કારોબારીના હોદ્દેદારો તેમજ તમામ ઘટક સંઘના હોદ્દેદારો સાથે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને આવેદનપત્ર પાઠવ્યું હતું. પ્રાથમિક શાળાઓમાં ફરજ બજાવતા શિક્ષકો અંગે સંદર્ભદર્શીત પત્ર મુજબની બાબતો અંગે શૈક્ષિક મહાસંઘ છેલ્લા કેટલાય સમયથી વિવિધ માંગણીઓ કરી રહી છે. જેને લઈ કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું .
બોટાદ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે વિવિધ પડતર માંગણીઓને મુદ્દે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું આ મુજબની હતી માગણીઓ
પ્રાથમિક શિક્ષકોને 4200 ગ્રેડ પે આપવા, HTAT (હેડ ટીચર )ના RR અને ઓવરસેટઅપ બાબત, શિક્ષકોના અન્ય પડતર પ્રશ્નો અને નવી શિક્ષણ નીતિમાં શારીરિક શિક્ષણનો વિષય ફરજિયાત કરી વ્યાયામ શિક્ષકોની ભરતી કરવી તેમજ તેમને 6 થી 8માં વિકલ્પ આપવા જેવી માગ મુખ્ય છે. જો માગ પૂરી કરવામાં નહી આવે તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે. તેમજ 8 ડિસેમ્બરે રાજ્ય કક્ષાએ ધરણા પ્રદર્શન યોજવામાં આવશે. સરકારના તમામ કાર્યક્રમોમાં અગ્રેસર રહી જવાબદારી નિભાવતા શિક્ષકોની ભૂમિકા અંગે સરકારને અવગત કરી શિક્ષકોની માગણીઓ અંગે સત્વરે નિર્ણય લઈ શિક્ષકોના હકનો લાભ આપવા રજૂઆત કરવામાં આવી હતી.
બોટાદ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે વિવિધ પડતર માંગણીઓને મુદ્દે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું