બોટાદઃ ધારાસભ્ય સૌરભ પટેલ દ્વારા સર્કિટ હાઉસ ખાતે એક પ્રેસ કોન્ફરન્સ યોજી માર્કેટિંગ યાર્ડ શરૂ કરવા જણાવ્યું છે. તેઓએ જણાવ્યુ કે, ખેડૂતોના કપાસ, ઘઉં, ચણા, જીરું વગેરે જેવા પાકોની ખરીદી કરવાનું શરૂ કરવામાં આવનાર છે.
બોટાદ માર્કેટિંગ યાર્ડ શરૂ કરવા માટે ધારાસભ્યો દ્વારા યોજાઈ પ્રેસ કોન્ફરન્સ - mla saurav patel
બોટાદના ધારાસભ્ય સૌરભ પટેલ દ્વારા સર્કિટ હાઉસ ખાતે એક પ્રેસ કોન્ફરન્સ યોજી બોટાદ માર્કેટિંગ યાર્ડ શરૂ કરવા જણાવવામાં આવ્યું છે. જેમાં તેઓએ જણાવ્યું હતું કે, ખેડૂતોના કપાસ, ઘઉં, ચણા, જીરું વગેરે જેવા પાકોની ખરીદી કરવાનું શરૂ કરવામાં આવશે. તેમણે જણાવ્યું કે, સરકાર દ્વારા એવું નક્કી કરવામાં આવ્યું છે કે, વેપારીઓ અને મજૂરોને સાથે ગામડે જવાની પરમિશન આપવામાં આવશે અને જે ખેડૂતને પોતાનો માલ વેચવો હોય તે ખેડૂત તથા વેપારી ભાવ નક્કી કરી માલ જોઈ અને સ્થળ પર જ સોદો નક્કી કરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવશે.
![બોટાદ માર્કેટિંગ યાર્ડ શરૂ કરવા માટે ધારાસભ્યો દ્વારા યોજાઈ પ્રેસ કોન્ફરન્સ etv bharat](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6802828-904-6802828-1586949950493.jpg)
તેમજ હાલની લોકડાઉનની પરિસ્થિતિને લઈને આવતા દિવસોમાં કેવી રીતે ખરીદી કરવી તે માર્કેટીંગ યાર્ડના ચેરમેન તથા અધિકારીઓ નક્કી કરશે. તેમજ વધુમાં જણાવ્યું કે હાલમાં સરકાર દ્વારા એવું નક્કી કરવામાં આવેલ છે કે વ્યાપારીઓને અને મજૂરોને સાથે ગામડે જવાની પરમિશન આપવામાં આવશે અને જે ખેડૂતને પોતાનો માલ વેચવા હોય તે ખેડૂત તથા વેપારી ભાવ નક્કી કરી માલ જોઈ અને સ્થળ પર જ સોદો નક્કી કરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવનાર છે. તેમજ જે ખેડૂતે તેમનો માલ વેચાણ કરેલ હોય એનું વજન નજીકના જીનમાં અથવા તો બંનેની સંમતિથી એપીએમસીમાં વજન કરવાનું રહેશે. તેમજ હરાજી માટે કેવી રીતે આગળ વધો અને સોશિયલ ડિસ્ટન્સ કેવી રીતે રાખવુ અને વેપારી તેમજ કમિશન એજન્ટ કેવી રીતે ખરીદી કરી શકે આ બધી બાબતોને ધ્યાનમાં લઇ માર્કેટીંગ યાર્ડના હોદ્દેદારો તેમજ અધિકારીઓ દ્વારા નક્કી કરી ટૂંક સમયમાં જ માર્કેટિંગ યાર્ડ શરૂ કરવામાં આવશે.