ગુજરાત

gujarat

ETV Bharat / state

ઊર્જાપ્રધાન સૌરભ પટેલે સાળંગપુર આઇસોલેશનની લીધી મુલાકાત - સાળંગપુર

બોટાદના ધારાસભ્ય અને ગુજરાતના ઊર્જાપ્રધાન સૌરભ પટેલે સાળંગપુર ખાતે બનેલા આઈસોલેશન વોર્ડની મુલાકાત લઈ પરિસ્થિતનો ચિતાર મેળવી અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી.

ETV BHARAT
ઊર્જાપ્રધાન સૌરભ પટેલે સાળંગપુર આઇસોલેશનની લીધી મુલાકાત

By

Published : Apr 8, 2020, 6:36 PM IST

Updated : Apr 8, 2020, 7:05 PM IST

બોટાદઃ બોટાદના ધારાસભ્ય અને ગુજરાતના ઊર્જાપ્રધાન સૌરભ પટેલ દ્વારા સાળંગપુરમાં બનાવવામાં આવેલા આઇસોલેશન વોર્ડની મુલાકાત લેવામાં આવી હતી.

બોટાદ જિલ્લા માટે કોરોના વાઇરસને લઈને 100 બેડની આઈસોલેશન હોસ્પિટલ સાળંગપુર કષ્ટભંજન હનુમાન મંદિર ખાતે શરૂ કરવામાં આવી છે. જ્યાં આરોગ્યનો તમામ સ્ટાફ ખડેપગે સેવા બજાવી રહ્યો છે. હોસ્પિટલમાં વેન્ટિલેટરની સુવિધા પણ છે. બોટાદના ધારાસભ્ય અને પ્રધાન એવા સૌરભ પટેલે સાળંગપુર ખાતે આવેલા આઇસોલેશન વોર્ડની મુલાકાત લીધી હતી.

તેમજ નાનામાં નાની બાબતે અધિકારીઓ સાથે ચર્ચા કરી સ્થિતિનો તાગ મેળવ્યો હતો. આ આઇસોલેશન વોર્ડમાં આવતા દર્દીને કોઈ મુશ્કેલી ન પડે અને તમામ પ્રકારની સુવિધા મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.

Last Updated : Apr 8, 2020, 7:05 PM IST

ABOUT THE AUTHOR

...view details