બોટાદ : બોટાદ માર્કેટીંગ યાર્ડના ચેરમેનની ચૂંટણી યોજાઇ હતી. આ ચૂંટણીમાં કુલ 14 ઉમેદવારોએ મતદાન કરવાનું હતું. તેમાં જોરુભાઈ રામભાઈ ધાધલએ ચેરમેન તરીકેનું ફોર્મ ભરેલું હતું. જેમાં અન્ય કોઈ સભ્યોએ ચેરમેન તરીકેનું ફોર્મ ભરેલ ન હતું. જેથી તેઓ બિન હરીફ બોટાદ માર્કેટીંગ યાર્ડના ચેરમેન તરીકે ચુંટાઈ આવેલ છે.
બોટાદ માર્કેટીંગ યાર્ડની ચૂંટણીમાં જોરુભાઈ ધાધલ ચેરમેન તરીકે બિનહરીફ ચૂંટાયા - news in botad
બોટાદ માર્કેટીંગ યાર્ડની ચૂંટણી યોજાઈ હતી. આ ચુંટણીમાં કોઈ ઉમેદવારે ફોર્મ નહી ભરતા જોરુભાઈ ધાધલ ચેરમેન તરીકે બિનહરીફ ચૂંટાયા હતા.
બોટાદ
બોટાદ માર્કેટીંગ યાર્ડના ચેરમેન તરીકે ચૂંટાઇ આવતા તમામ સભ્યોમાં ખુશીની લાગણી છવાયેલ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, માર્કેટીંગ યાર્ડના ચેરમેનની ટર્મ પૂરી થતા તા. 12 ફેબ્રુઆરીના રોજ બોટાદ માર્કેટીંગ યાર્ડના ચેરમેનની ચૂંટણી યોજવામાં આવી હતી. પરંતુ ચૂંટણી અધિકારીની નાદુરસ્ત તબિયતના કારણે આ ચૂંટણી મોકૂફ રાખવામાં આવેલ હતી.
Last Updated : Mar 9, 2020, 4:40 PM IST