અગાઉ આવા ગુન્હાઓમાં પકડાયેલ આરોપીઓની પુછપરછ તથા હીસ્ટ્રીશીટરોની તપાસ તથા દંગા ચેક કરવામાં આવેલ તથા ટેક્નીકલ સર્વેલન્સ આધારે શંકાસ્પદ નંબરો વાળા ઇસમોની પુછપરછ કરતા હતા ત્યારે બુધવારે ભુપતભાઇ બીજલભાઇ માથાસુળીયા જેઓ અગાઉ પણ ભાવનગર જિલ્લામાં ગુન્હાઓમાં પકડાયેલ હતા અને ભાવનગર જિલ્લાના હીસ્ટ્રીશીટર હોય તેઓને બોટાદ L.C.B. કચેરી ખાતે લાવી વિશ્વાસમાં લઇ પુછપરછ કરતા પોતે ગુન્હો કરેલાની પ્રાથમીક કબુલાત કરી હતી.
ઢસા સ્વામીનારાયણ મંદિરના સ્વામીજી પર હુમલો કરનાર ઝડપાયા - gujarati news
બોટાદ: જિલ્લાના ગઢડા તાલુકાના ઢસા ગામે ત્રણ ચાર અજાણ્યા ઇસમોએ ગત તારીખ 8ના રોજ ઢસા સ્વામીનારાયણ મંદિરમાં ચોરી કરવાના ઇરાદે પ્રવેશ કરી,સ્વામીનારાણ મંદિરના સ્વામી ઉપર છરી વડે હુમલો કરેલ જે બોટાદ L.C.B. સ્ટાફ તથા પોલીસે અલગ અલગ ટીમો બનાવી ગુન્હેગારોને ઝડપ્યા હતો.
![ઢસા સ્વામીનારાયણ મંદિરના સ્વામીજી પર હુમલો કરનાર ઝડપાયા](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3291859-thumbnail-3x2-botad.jpg)
પોતાની સાથે બીજા બે આરોપીઓ દિલીપભાઇ ઉર્ફે દીલો પોપટભાઇ સાથળીયા રહે.ધોળા તથા કમાભાઇ કરશનભાઇ પરમાર રહે.ઉમરાળા વાળા હોય આ બંને ઇસમોને પુછપરછ અર્થે L.C.B. કચેરી બોટાદ ખાતે લાવવામા આવેલ હતા. ત્રણેય ઇસમોને સાથે રાખી પુછપરછ કરતા ત્રણેય ઇસમોએ ગુન્હો કરેલો જેની કબુલાત કરતા ધોરણસર અટક કરી ઢસા પોલીસ સ્ટેશન ખાતે સોંપવા તજવીજ કરવામાં આવેલ છે.
આ આરોપી પૈકી ભુપતભાઇ બીજલભાઇ સાથળીયા અગાઉ ઉમરાળા પોલીસ સ્ટેશનમાં મારામારીના ગુન્હાઓમાં તથા દારૂના કેસોમાં પકડાયેલ છે. તથા ભાવનગર જિલ્લામાં ચોરીના ગુન્હાઓમાં પણ પકડાયેલ છે. આરોપી દીલીપભાઇ પોપટભાઇ સાથળીયા અગાઉ ઉમરાળા પોલીસ સ્ટેશનમાં મારામારી તથા દારૂના ગુન્હાઓમાં પકડાયેલ છે. આ આરોપીઓ રાત્રે ચોરી કરવાની ટેવ વાળા છે. તેમજ આ ચોરી દરમ્યાન જો ઘર માલીક જાગી જાય તો તેના ઉપર જીવલેણ હુમલો કરી નાસી જવાની ટેવવાળા છે. જેઓને પકડી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.