સરકાર દ્વારા તારીખ 1-10-2019 થી ફીઝીકલ સ્ટેમ્પ વેચાણ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યારે બોટાદ જિલ્લાના સ્ટેમ્પ વેન્ડરો દ્વારા બોટાદ કલેકટરને આવેદન પત્ર આપી રજુઆત કરવામાં આવી હતી કે, ઘણાં સમયથી સ્ટેમ્પ વેન્ડર તરીકે કામ કરીએ છીએ અને હવે આ જ અમારી આવકનુ સાધન છે. અમારા પરીવારનુ ગુજરાન ચાલે છે તેમજ અમારા બાળકો અભ્યાસ માટેની તેમજ હાઉસીંગ લીધેલી લોનમાં હફતા ભરવાના બાકી છે. નવી ઈ-સ્ટેમ્પીંગની પધ્ધતિ અમલમા આવે તો અમને ખુબ જ નુકશાન થાય તેમ છે .
ઈ-સ્ટેમ્પીંગના વિરોધમાં બોટાદના સ્ટેમ્પ વેન્ડરોએ જિલ્લા કલેક્ટરને પાઠવ્યું આવેદનપત્ર - આવેદમ પત્ર
બોટાદઃ જિલ્લાના સ્ટેમ્પ વેન્ડરો દ્વારા ઈ-સ્ટેમ્પીંગના વિરોધમા કલેકટરને આવેદનપત્ર આપવામા આવ્યુ હતું. સરકાર દ્વારા જો ફીઝીકલ સ્ટેમ્પ બંધ કરવામા આવે તો હાલના સ્ટેમ્પ વેન્ડરો બેકાર થવાની ભીતી અંગે રજુઆત કરાઈ હતી.
સ્પોટ ફોટો
તેમજ જો નવી ઇ-સ્ટેમ્પીંગ સુવિધા લાવવામા આવેતો અમે બેકાર થઇ જઇએ અને અમારે અમારી ઉમરના આ પડાવમા બીજો કોઈ વ્યવસાય કરી શકીએ તેમ નથી તેમજ આ નવી પધ્ધતિ સામે લોકોનો સમય બરબાદ થાય તેમ છે અને વિવિધ પ્રશ્નો પણ ઉપસ્થિત થાય તેમ છે. જેથી અમારી રજુઆત છે કે નવી ઇ-સ્ટેમ્પીંગ પધ્ધતિ સામે જુની પધ્ધતિ પણ ચાલુ રાખવા અને ફીઝીકલ સ્ટેમ્પનુ વેચાણ જે હાલમા ચાલુ છે તેને યથાવત રાખવા માંગણી કરવામાં આવી હતી.