વેપારીને હનિટ્રેપમાં ફસાવી ખંડણી માંગતી “માહી ગેંગ“ ને ઝડપી પાડતી બોટાદ પોલીસ - માહિ ગેંગ
બોટાદ : શહેરના વેપારી યુવાન અને પાળીયાદ રોડ ઉપર સુદર્શન નામની દુકાન ધરાવી ચશ્માનો વેપાર કરતા વેપારી ભાર્ગવભાઇ નવનિતભાઇ પંચાલને માહી તેમજ અન્ય ઇસમોએ મળી પ્રેમ જાળમાં ફસાવવા માટે પુર્વ આયોજીત ગુનાહીત કાવતરૂ કરેલુ હતું અને આ કાવતરાના ભાગરૂપે આ માહીએ બોટાદના વેપારીને અજાણ્યા નંબર પરથી ફોન કરી બોલાવ્યા હતા અને ત્યારબાદ આ વેપારીને આ આરોપીઓ ફોરવ્હીલ વાહનમાં અપહરણ કરી અલગ અલગ જગ્યાએ લઇ ગયેલા હતા અને તેઓની પાસેથી પૈસાની માગણી કરી હતી.
અપહરણ કરીને લઇ ગયેલા વેપારી પાસે ખંડણીની માગ કરી હતી જેને લઇને વેપારીએ પૈસા આપવાની ના પાડતા તેને માર મારવામાં આવ્યો હતો અને તેઓને ગેર કાયદેસર અટકાયત કરેલી હતી, ત્યારબાદ આ વેપારીને બળજબરીપૂર્વક ગાડીમાં બેસાડી તેની અશ્લીલ વીડીયો ક્લીપ તેમજ ફોટા પાડ્યા હતા અને પૈસાની માંગણી કરી હતી. પરંતુ, જે નહીં માનતા ધમકી આપી અને રૂપિાયા 20,000 પડાવી અને બીજા પાંચ લાખની ખંડણીની માગ કરી હતી. આ અંગે વેપારીએ બોટાદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવેલ હતી. આ ફરીયાદના આધારે પોલીસે નવ આરોપી પૈકી સાત આરોપીને ઝડપી પાડ્યા છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.