ગુજરાત

gujarat

ETV Bharat / state

બોટાદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રદેશ પ્રવક્તાની કામગીરીથી નારાજ - Congress President

બોટાદ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા જ જિલ્લા કોંગ્રેસ પ્રમુખની નારાજગીથી જિલ્લા કોંગ્રેસનું રાજકારણ ગરમાયું છે અને જેને લઇને કોંગ્રેસમાં વિખવાદ જોવા મળ્યો હતો.

બોટાદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રદેશ પ્રવક્તાની કામગીરીથી નારાજ
બોટાદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રદેશ પ્રવક્તાની કામગીરીથી નારાજ

By

Published : Jan 24, 2021, 8:59 PM IST

  • જિલ્લા કોંગ્રેસ પ્રમુખના નામનો લેટર વાઇરલ કરતા પ્રમુખ થયા નારાજ
  • પ્રદેશ કોંગ્રેસ ખાતે મનહર પટેલની કામગીરીની કરી રજૂઆત કરાઇ
  • સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા જિલ્લા કોંગ્રેસ પ્રમુખની નારાજગી

બોટાદઃ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રમેશભાઈ મેર પ્રદેશ પ્રવક્તા મનહર પટેલની કામગીરીથી નારાજ થયા હતા જેને લઇ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા જ જિલ્લા કોંગ્રેસનું રાજકારણમાં ગરમાવો જોવા મળ્યો હતો અને કોંગ્રેસમાં વિખવાદ જોવા મળ્યો હતો.

બોટાદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રદેશ પ્રવક્તાની કામગીરીથી નારાજ

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા જ કોંગ્રેસમાં વિખવાદ

બોટાદ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા જ કોંગ્રેસમાં વિખવાદ બોટાદ જોવામળી રહ્યો છે. ત્યારે જિલ્લા કોંગ્રેસ પ્રમુખની નારાજગીથી જિલ્લાનું રાજકાર ગરમાયું છે. પ્રદેશ કોંગ્રેસની સૂચના વગર જિલ્લા પંચાયતની સીટ માટે ઉમેદવાર પસંદગી માટે જિલ્લા પ્રમુખના નામનો લેટર વાયરલ કરતા પ્રમુખ નારાજ થયા હતા અને સાથે જ ખેડૂત બચાવો દેશ બચાવોની કામગીરી સોંપવામાં આવેલી હતી. જેની જગ્યાએ ઉમેદવારી પસંદગી માટે બાયો ડેટા મંગાવવામાં આવ્યો હતો અને કામ બરોબર ન કર્યું હોવાથી જિલ્લા પ્રમુખે નિવેદન આપ્યું હતુ. ચૂંટણી સમયે પાર્ટીના કાર્યકરોને સાથે રાખી કામ કરવું જોઈએ. પ્રમુખે આ બધા કામોને લઈ પ્રદેશ પ્રવક્તા મનહર પટેલની આ કામગીરીથી નારાજ જિલ્લા પ્રમુખે પ્રદેશ કોંગ્રેસ ખાતે મનહર પટેલની આ કામગીરીની કરીની રજૂઆત કરી હતી.

ABOUT THE AUTHOR

...view details