બોટાદ એસટી ડેપોમાં મહિલા કંડક્ટર તરીકે મોડાસાના વતની પારુલ પટેલ નામની મહિલા ફરજ બજાવતી હતી. તેઓએ બોગસ ઓર્ડર રજુ કરી નોકરી મેળવેલી હોય તેવી શંકા જતા ડેપો કન્ટ્રોલર ભાવનગર દ્વારા આ ઓર્ડર અંગેની તપાસ કરવામાં આવી હતી.
બોટાદમાં એસટી ડેપોમાંથી બોગસ મહિલા કંડક્ટર ઝડપાઈ - Bogus woman conductor
બોટાદઃ શહેરના એસટી ડેપોમાંથી પારૂલ પટેલ નામની બોગસ મહીલા કંડકટર ઝડપાઈ હતી. ભાવનગર ડિવિઝનના ડી.સી.દ્વારા પોલીસ ફરિયાદ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.
![બોટાદમાં એસટી ડેપોમાંથી બોગસ મહિલા કંડક્ટર ઝડપાઈ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4725509-thumbnail-3x2-botad.jpg)
એસટી ડેપો માથી બોગસ મહિલા કંડક્ટર ઝડપાઈ
એસટી ડેપો માથી બોગસ મહિલા કંડક્ટર ઝડપાઈ
તપાસમાં જાણાવા મળ્યું કે ઓર્ડરમાં જે રીતે સહી હોવી જોઈએ તે પ્રકારની સહી હતી નહિ. જેથી તેઓને શંકા પડતા આ બોગસ ઓર્ડર હોવાનો ખુલાસો થયો હતો. જે અંગે તેમણે બોટાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવાની તજવીજ હાથ ધરી છે. મહીલા કંડકટરના ઓર્ડર અંગે વધુ તપાસ કર્યા બાદ પોલીસ ફરિયાદ કરવાનું જણાવ્યું હતું.