બોટાદઃ ધોરણ 10 અને 12 ના પરીક્ષા આપતા વિદ્યાર્થીઓને DEO તથા બોટાદ જાયન્ટ્સ ગ્રુપ દ્વારા વિદ્યાર્થીઓને મોઢું મીઠું કરાવી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. તેઓનું ભાવિ ઉજ્જવળ બને તેવી શુભેચ્છાઓ પણ પાઠવવામાં આવી.
બોટાદ DEO દ્વારા બોર્ડ પરીક્ષાર્થીઓને મોં મીઠું કરાવી શુભેચ્છા વ્યક્ત કરાઈ - એસએસસી ગુજરાત
બોટાદમાં શરુ થયેલી બોર્ડ પરીક્ષાઓને લઇને બોટાદ જિલ્લાના DEO તથા બોટાદ જાયન્ટ્સ ગ્રુપ દ્વારા વિદ્યાર્થીઓને મોઢું મીઠું કરાવી શુભેચ્છાઓ પાઠવી હતી.

બોટાદ ડીડીઓ દ્વારા બોર્ડ પરીક્ષાર્થીઓને મોં મીઠું કરાવી શુભેચ્છાઓ વ્યક્ત કરાઈ
બોટાદ DEO દ્વારા બોર્ડ પરીક્ષાર્થીઓને મોં મીઠું કરાવી શુભેચ્છા વ્યક્ત કરાઈ
સમગ્ર ગુજરાતમાં ગુજરાત માધ્યમિક બોર્ડ દ્વારા ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષાનો પ્રારંભ થયો છે ત્યારે બોટાદમાં ધોરણ 10ની પરીક્ષા શરૂ થઈ હતી. જેમાં બોટાદના DEO દ્વારા તથા બોટાદ જાયન્ટ્સ ગ્રુપ દ્વારા વિદ્યાર્થીઓને મીઠું મોઢું કરાવ્યું હતું. વિદ્યાર્થીઓને કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે અને વિદ્યાર્થી શાંતિથી પરીક્ષા આપે તેવા હેતુથી તમામ સવલત પૂરી પાડવામાં આવી છે. તેમ જ સીસીટીવી કેમેરા પણ રાખવામાં આવેલ છે તેમ DEOએ જણાવ્યું હતું.