- જિલ્લા ભાજપ ઉપપ્રમુખ થયા નારાજ
- 17 વર્ષથી ભાજપ પક્ષમાં અલગ અલગ હોદ્દા પર કર્યું કામ
- ટિકિટ નહીં મળતા ધરે બેસી રહેવાનો કર્યો નિર્ણય
બોટાદ શહેરના ભાજપ ઉપપ્રમુખ થયા નારાજ - બોટાદ શહેરના ઉપપ્રમુખ
બોટાદ શહેરના ભાજપ ઉપપ્રમુખને વોર્ડ વંબર 2માં ટિકિટ જોતી હતી, પરંતુ વોર્ડ 2માં તેમની પત્નીને ટિકિટ મળતાં તે નારાજ થયા હતા. જેને લઇને તેમણે આગામી દિવસોમાં ચૂંટણી સમયે નિષ્ક્રિય બની ધરે બેસી રહેવાનો નિર્ણય કર્યો છે.
બોટાદઃ વેલેન્ટાઈન દિવસ હાલ આવી રહ્યો છે, ત્યારે લોકો પોતાના પત્નીને મનાવા વિવિધ પ્રયાસો કરતા હોય છે અને તેમને અલગ અલગ ગિફ્ટ પણ આપતા હોય છે, ત્યારે બોટાદ શહેર ભાજપ ઉપપ્રમુખ અતુલ પટેલ ટિકિટની વહેંણીને લઇને નારાજ થયા છે. તેમણે 17 વર્ષ પક્ષમાં અલગ અલગ હોદ્દા પર કામ કર્યું હોવા છતાં પોતાના માટે માંગવામાં આવેલી ટિકિટ તેમની પત્નીને ફાળવવામાં આવી છે. જેથી અતુલ પટેલ અને તેમની પત્ની નારાજ થયાં છે. આ સાથે જ તેમની પત્નીએ ચૂંટણી નહીં લડવાનો નિર્ણય કર્યો છે. આ ઉપરાંત શહેર ઉપપ્રમુખે ચૂંટણી સમયે ઘરે બેસી રહેવાનો નિર્ણય કર્યો છે.