બોટાદઃ રાજ્યમાં કોંગ્રેસના 8 ધારાસભ્યોએ ધારાસભ્ય પદેથી રાજીનામા આપી દીધા હતા, જેને લઈને ચુંટણી પંચ દ્વારા રાજ્યની ૮ બેઠકો પર પેટા ચૂંટણીનું જાહેરનામુ બહાર પાડી ચુંટણી જાહેર કરવામાં આવતા જ રાજકિય ગરમાવો જોવા મળ્યો છે. રાજ્યની 8 વિધાનસભાની પેટા ચૂંટણી આગામી 3જી નવેમ્બરે યોજાનારી છે. જ્યારે 9 નવેમ્બરથી ઉમેદવારી નોધાવાની શરૂઆત થવાની છે. ત્યારે ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષો એક્શન મોડમા આવી ગયા છે અને ચુંટણીનો ધમધમાટ શરૂ થયો છે. ત્યારે બોટાદ જિલ્લાના ગઢડા 106 વિધાનસભાની પેટા ચૂંટણી માટે ભાજપે ચુંટણી પ્રચારના શ્રી ગણેશ કર્યા છે.
ગઢડા વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભાજપે પ્રચારના કર્યા શ્રી ગણેશ - પ્રચારના શ્રી ગણેશ કર્યા
ગઢડા પેટાચૂંટણી માટે ભાજપના સંભવિત ઉમેદવાર આત્મારામ પરમાર દ્વારા શહેરના 1થી 7 વોર્ડમાં બેઠકો યોજી હતી. જેમાં ભાજપના આગેવાનો અને કાર્યકરો હાજર રહ્યા હતા. કોરોનાના કારણે અલગ-અલગ બેઠકો યોજવામાં આવી હતી.
ગઢડાના પૂર્વ ધારાસભ્ય પ્રવીણ મારુએ 2017ની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષના ધારાસભ્ય તરીકે વિજય થયા હતા. પરંતુ રાજ્યસભાની ચૂંટણી દરમ્યાન તેઓએ ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધું હતું. જેથી ગઢડા બેઠક પર પેટા ચૂંટણી યોજાવાની છે. ત્યારે હજુ બંને પક્ષોએ ઉમેદવારોની પસંદગી કરી નથી. પરંતુ ગઢડા બેઠક પર ગઢડાના માજી ધારાસભ્ય અને માજી કેબીનેટ પ્રધાન આત્મારામભાઈ પરમાર નિશ્ચિત ઉમેદવાર મનાઈ રહ્યા છે.
આત્મારામભાઈ પરમારે શુક્રવારના રોજ ગઢડા શહેરના 1થી 7 વોર્ડમાં મતદારો સાથે બેઠકો શરૂ કરી ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કર્યા છે. ત્યારે બોટાદ જિલ્લા ભાજપ પ્રમુખ સુરેશભાઈ ગોધાણી, જયરાજભાઈ પટગીર, શહેર ભાજપ પ્રમુખ ચંન્દ્રકાન્તભાઈ લાઠીગરા, મહામંત્રીઓ મુકેશભાઈ હિહોરીયા, ધીરૂભાઈ ઝાપડીયા, અમરશીભાઈ માણિયા સુરેશભાઈ મેર બુધભાઈ પરમાર જયરાજભાઈ ખાચર પ્રદીપભાઈ જેબલીયા દિપક સોની સહિતના ભાજપના આગેવાનો ચૂંટણી પ્રચારમાં જોડાયા હતા અને લોકોને ભાજપની સરકાર દ્વારા કરેલા વિકાસના કામોની વિસ્તૃત માહિતી આપી આગામી 3 તારીખે યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને મત આપવા અપીલ કરી હતી.