ગુજરાત

gujarat

ETV Bharat / state

બોટાદ નગરપાલિકાની ચૂંટણીમાં વૉર્ડ નંબર 9માં કાર્યાલય ખુલ્લું મૂકાયું - ગુજરાતમાં જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણી

બોટાદ શહેરમાં નગરપાલિકાની ચૂંટણીને લઈ ભાજપના ઉમેદવારો દ્વારા ચૂંટણી પ્રચાર શરુ કરાયો છે. ત્યારે શહેરના વૉર્ડ નંબર 9માં ઉમેદવાર દ્વારા ઢોલ નગારા સાથે પ્રચાર શરુ કરી કાર્યકર્તાઓ માટે કાર્યાલય ખુલ્લું મૂકવામાં આવ્યું છે.

બોટાદ
બોટાદ

By

Published : Feb 19, 2021, 4:27 PM IST

  • ભાજપના આગેવાનો રહ્યાં હાજર
  • સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો માહોલ જામ્યો
  • ઢોલ-નગારા સાથે શરૂ કરાયું કાર્યાલય

બોટાદ : આગામી 28 ફેબુઆરીના રોજ બોટાદ નગરપાલિકા 11 વૉર્ડની 44 બેઠકો માટે ચૂંટણી યોજાવાની છે. ત્યારે બોટાદ શહેરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કરવામાં આવ્યાં છે. ત્યારે શહેરના વૉર્ડ નંબર 9ના ઉમેદવારો દ્વારા નાગલપર દરવાજાથી ઢોલ નગારા સાથે ચૂંટણી પ્રચારમાં નીકળ્યાં હતાં.

બોટાદમાં કાર્યાલય ખુલ્લું મુકાયું

ભાજપનું નવું કાર્યાલય જનતા માટે મૂકાયું ખુલ્લુ

જિલ્લા ભાજપ પ્રમુખ ભીખુભા વાઘેલા, પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ સુરેશભાઈ ગોધાણી સહિત ભાજપના અન્ય આગેવાનો અને કાર્યકરો હાજર રહ્યાં હતાં. જ્યાં ઉમેદવારો દ્વારા વિસ્તારમાં જંગી બહુમતીથી વિજયી બનાવવા માટે અપીલ કરવામાં આવી હતી, તેમજ ઉમેદવારોના કાર્યાલયને પણ પ્રજા માટે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details