ગઢડાઃ ગઢડા વિધાનસભાના ધારાસભ્ય પ્રવીણ મારૂએ કોગ્રેસ પક્ષમાંથી રાજીનામું આપતાં આ બેઠક ખાલી પડી હતી. એક સમયે ગઢડા બેઠક ભાજપનો ગઢ કહેવાતી હતી. ત્યારે ગત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર આત્મારામ પરમારનો પરાજય થયો હતો. કોરોના કાળમાં જયારે ચૂંટણી થવાની છે ત્યારે બને પક્ષ કેવી રીતે પ્રચાર કરશે તે મહત્વનું રહેશે.
ગઢડા બેઠકનો ગઢ જીતવા ભાજપ-કોંગ્રેસની તૈયારીઓ, પક્ષ આગેવાનો રણનીતિને લઇ કામે લાગ્યાં - ભાજપ
ગઢડા વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ દ્વારા કેવા પ્રકારની તૈયારી કરવામાં આવી તે અંગે પક્ષના આગેવાનો દ્વારા માહિતી અપાઈ હતી. રાજ્યની આઠ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીઓ જાહેર થઇ ગઈ છે. ત્યારે ગઢડા 106 વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી યોજાવાની છે. ભાજપ અને કોંગ્રેસ દ્વારા આ અનુસંધાને કેવા પ્રકારની તૈયારીઓ કરવામાં આવી છે તે અંગે બંન્ને પક્ષના આગેવાનોએ જાણકારી આપી હતી.
આ અંગે ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી મનહરભાઈ માતરીયાએ જણાવ્યું કે, અમે ગઢડા વિધાનસભાની પેટા ચૂંટણીને લઈ તમામ તૈયારીઓ કરી નાખી છે. કુંવરજીભાઈ બાવળિયા, વિભાવરીબેન દવે અને જવાહરભાઈ ચાવડા અને ગોરધનભાઈ ઝડફિયાને પણ અહીંની જવાબદારી આપી છે. આ મામલે અનેક મિટીંગ કરી નાખી છે. કોવિડ-19ના નિયમ અનુસાર અમે વર્ચ્યુઅલ બેઠકો, નાની બેઠકો અને રેલીઓ સુધી ઘેરઘેર જવાની તમામ તૈયારીઓ પૂર્ણ થઇ ગઈ છે. આગામી 9 તારીખના રોજ ગઢડા ખાતે કાર્યાલય પણ શરૂ કરવામાં આવશે. જેમાં તમામ નિયમોનું પાલન થશે. કેન્દ્રના કરેલા કામોની વાત મતદારો સુધી અમે પહોંચાડીશું.