ગુજરાત

gujarat

ETV Bharat / state

ગઢડા વિધાનસભાની પેટા ચૂંટણીને લઈ ભાજપના પ્રચાર પ્રધાન જવાહર ચાવડાએ મતદારો સાથે કરી બેઠક - ભાજપ પ્રચાર પ્રધાન જવાહર ચાવડા

ગુજરાત વિધાનસભાની 8 બેઠક પર યોજાનાર પેટાચૂંટણી હવે નજીક આવી રહી છે ત્યારે ભાજપ અને કોંગ્રેસ બંને પાર્ટીઓ પ્રચારમાં લાગી ગઈ છે. ગઢડામાં રાજ્યના પ્રવાસન પ્રધાન જવાહર ચાવડાએ મતદારો સાથે બેઠક કરી ભાજપના કામો ગણાવ્યાં હતાં.

voters
voters

By

Published : Oct 17, 2020, 8:45 AM IST

ગઢડાઃ ગઢડા 106 વિધાનસભા પેટા ચૂંટણીને લઈ ભાજપના પ્રધાનો પ્રચારમાં લાગી ગયા છે. રાજ્યના પ્રવાસન પ્રધાન જવાહર ચાવડાએ ગઢડાના ગ્રામ્ય વિસ્તારોમાં મતદારો સાથે બેઠક કરી હતી. આ અંગે તેમણે જણાવ્યું હતું કે ગઢડા સહિત સૌરાષ્ટ્રની ત્રણ સીટો ઉપર મને જે જવાબદારી આપવામાં આવી છે તે તમામ બેઠકો પર ભાજપની જીત થશે.

ગઢડા વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભાજપના પ્રચાર પ્રધાન જવાહર ચાવડાએ મતદારો સાથે કરી બેઠક
ગઢડા 106 વિધાનસભા પેટા ચૂંટણી જીતવા માટે ભાજપનો પ્રચાર પુરજોશમાં જોવા મળી રહ્યો છે. જ્યાં અલગ અલગ પ્રધાનો ગ્રામ્ય વિસ્તારોમાં મતદારો સાથે બેઠકો કરી રહ્યા છે, ત્યારે ભાજપના ઉમેદવાર આત્મારામ પરમારને જીતાડવા માટે શુક્રવારે રાજ્યના પ્રવાસન પ્રધાન જવાહર ભાઈ ચાવડાએ ગઢડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોની મુલાકાત લીધી હતી. ચાવડાએ વિકળિયા, પાડાપણ, જૂનવદર અને સીતાપર ગામડાઓમાં મતદારો સાથે બેઠક કરી હતી અને ભાજપના વિકાસના કામોની માહિતી મતદારોને આપી હતી.

ચાવડાએ જણાવ્યું હતું કે, સોરાષ્ટ્રની ત્રણ સીટોની જવાબદારી તેમની સોંપવામાં આવી છે. તેથી તે પુરો પ્રયાસ કરે કે ત્રણ સીટ પર ભાજપનો જ વિજય થશે. આ સાથે જ તેમણે કોરોના ગાઈડલાઈનનું પાલન કરી, માસ્ક પહેરવા અને સેનિટાઈજરનો ઉપયોગ કરવા જણાવ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details