- ભાનુંપ્રકાશ સ્વામી સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ નહિ
- ભાનુંપ્રકાશ હાલ દેવપક્ષની સાથે ઓફિસમાં બેસે
- ગઢડા ગામને તીર્થ મૂડીયા કહીને ગઢડાના નાગરિકો નું અપમાન કર્યું
બોટાદ :ગઢડા મંદિરના સાધુ ભાનુંપ્રકાશનો વાઇરલ વીડિયોને લઇ ગઢડા મંદિરના પૂર્વ ચેરમેન એસ પી સ્વામીએ ચોંકાવનારો ઘટસ્ફોટ કર્યો છે.ભાનુંપ્રકાશ સ્વામી સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ નથી.ભાનુંપ્રકાશ સ્વામીને 1997-98માં ધર્મના વડાએ સ્વામિનારાયણ સંપ્રદાયનામાંથી દૂર કર્યા છે. તેમને સ્વામિનારાયણ સંપ્રદાયના કોઈ મંદિરમાં રહેવાનો અધિકાર જ નથી.
ગઢડા મંદિરના પૂર્વ ચેરમેન એસ.પી.સ્વામીએ કર્યો ચોંકાવનારો ઘટસ્ફોટ ભાનુંપ્રકાશ સ્વામી આ મામલે ડિસ્ટ્રિક્ટ અને હાઇકોર્ટેમાં ગયા હતા પરંતુ જેતે સમયે કોર્ટ આ અરજી ફગાવી દીધી હતી.ભાનુંપ્રકાશ સ્વામી હાલ દેવપક્ષની સાથે ઓફિસમાં બેસે છે. તે અયોગ્ય છે અને તેનાં કારણે જ ડી વાય એસપી નકુમ આ ઓફિસમાં આવીને ગાળો બોલી શકેછે ગઢડા ગામને તીર્થ મૂડીયા કહીને ગઢડાના નાગરિકો નું અપમાન કર્યું છે જેથી ગદગદ ગામ પણ સજ્જડ બંધ રાખી વિરોધ નોંધાવ્યો છે.એસ પી સ્વામી ઉચ્ચારી ચીમકી આગામી દિવસોમાં ગુજરાત અને દેશના હરિભક્તો ગઢડા આવીને ભાનુંપ્રકાશ ને હાંકી કાઠશે તેવું આપ્યું નિવેદન..