ગુજરાત

gujarat

ETV Bharat / state

બરવાળા કોવિડ 19 હોસ્પિટલમાંથી 7 જેટલા દર્દીઓને ભાવનગર રીફર કરાયા - corona case

ગુજરાતમાં દિવસેને દિવસે કોરોનાના દર્દીઓમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે બોટાદ જિલ્લામાં પણ સતત કોવિડના દર્દીઓમાં વધારો જોવા મળી રહ્યો છે. સરકારી તેમજ ખાનગી હોસ્પિટલમાં સતત દર્દીઓનો ઘસારો જોવા મળી રહ્યો છે. બોટાદ જિલ્લાની એકમાત્ર કોવિડ 19 હોસ્પિટલ બરવાળા ખાતે આવેલી છે. જેમાં 48 બેડની સુવિધા છે. હાલ કોવિડ હોસ્પિટલમાં 37 જેટલા દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. ત્યારે બરવાળા કોવિડ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા 7 જેટલા દર્દીઓ જે ઓક્સિજન પર હોઈ તે દર્દીઓને વધુ સારવારની જરૂર પડતા 7 જેટલી 108 એમ્બ્યુલન્સ બોલાવી અને તમામ દર્દીઓને વધુ સારવાર માટે ભાવનગર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ત્યારે ચોકક્સ અન્ય જિલ્લાની જેમ બોટાદ જિલ્લાની પરિસ્થિતિ વધુ વિકટ બનતી હોય તેવું લાગી રહ્યું છે.

બરવાળા કોવિડ 19 હોસ્પિટલમાંથી 7 જેટલા દર્દીઓને ભાવનગર રીફર કરાયા
બરવાળા કોવિડ 19 હોસ્પિટલમાંથી 7 જેટલા દર્દીઓને ભાવનગર રીફર કરાયા

By

Published : Apr 11, 2021, 3:36 PM IST

  • 48 બેડની સુવિધા બરવાળા ખાતે છે
  • 37 જેટલા દર્દીઓ સારવાર લઈ રહ્યા છે
  • 108 મારફતે તમામ દર્દીઓને સારવાર માટે ભાવનગર ખસેડવામાં આવ્યા

બોટાદઃ શહેરમાં રોજના કેસો 100ની આસપાસ આવી રહ્યા છે અને હવે તો અન્ય જિલ્લાના દર્દીઓને સર ટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. 10 એપ્રિલે ઢળતી સાંજે એક સાથે 9 જેટલી 108 એમ્બ્યુલન્સમાં આશરે 30 જેટલા કોરોનાના દર્દીને લાવવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં જગ્યા રહી નથી અને પરિસ્થિતિ વણસી ગઈ છે. કોઇ જવાબદાર અધિકારી સામે આવીને સત્યને સમક્ષ મૂકતું નથી.

આ પણ વાંચોઃરાજકોટમાં કોરોના બેકાબૂ, રસ્તા પર દર 4 મિનિટે જોવા મળે છે એમ્બ્યુલન્સ

9 એમ્બ્યુલન્સ સર ટી હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં લાવવામાં આવી

ભાવનગરમાં ઢળતી સાંજે એક સાથે 9 જેટલી 108 એમ્બ્યુલન્સ ભાવનગરમાં લાઈનમાં સર ટી હોસ્પિટલ પહોંચી હતી. રસ્તા પર સૌ કોઈ અવાક બની ગયા હતા, તો સર ટી હોસ્પિટલના લોકોમાં પણ સન્નાટો છવાઈ ગયો હતો. એક એમ્બ્યુલન્સમાં ક્યાંક 2, તો ક્યાંક 3 એમ દર્દીઓ ભર્યા હતા. 9 એમ્બ્યુલન્સ સર ટી હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં લાવવામાં આવી હતી. આશરે 30 જેટલા દર્દીઓ કોરોનાના લાવવામાં આવ્યા હતા અને PPE કિટમાં એમ્બ્યુલન્સ ચાલકો જોવા મળતા હતા. ટ્રોમા સેન્ટર બહાર લોકોમાં ક્યાંક ચેહરા પર ભય જોવા મળતો હતો કે કોરોનાનો કહેર કેટલો ભયાનક છે.

આ પણ વાંચોઃકોરોના જંગમાં રાજ્યભરમાં 108 એમ્બ્યુલન્સ સેવા બની સજ્જ

હજુ 122 જેટલા બેડ પોઝિટિવ દર્દી માટે ખાલી છે

ભાવનગર સર ટી હોસ્પિટલમાં બોટાદ, બરવાળા, અમદાવાદ તરફથી એમ્બ્યુલન્સ દર્દીઓને લઈને આવી હતી. સર ટી હોસ્પિટલમાં 275 બેડની વ્યવસ્થા હતી અને હાલ આ બેડ ફૂલ થઈ ગયા છે. તેવું સર ટી હોસ્પિટલના એક પ્રતિષ્ઠિત ડોક્ટર પાસેથી જાણવા મળ્યું હતું. જો કે બેડ ફૂલ થવા મામલે કલેક્ટર ગૌરાંગ મકવાણાએ નનૈયો ભણ્યો હતો, તો સર ટી હોસ્પિટલના સુપરિટેન્ડન્ટ જયેશ બ્રહ્મભટ્ટે જણાવ્યુ હતું કે, હજુ 122 જેટલા બેડ પોઝિટિવ દર્દી માટે ખાલી છે અને 9 તારીખે સવાર સુધીમાં 70 શંકાસ્પદ હતા. જેમાં રજા આપવાથી તે આંકડો ઘટશે અને બોટાદથી આવ્યા તે દર્દીઓ આશરે 12ની આસપાસ દર્દીઓ છે, એટલે બેડ ખાલી થઈ ગયા તેવું નથી.

ABOUT THE AUTHOR

...view details