ગુજરાત

gujarat

ETV Bharat / state

જમીન પડાવી લેવાાન મુદ્દે દલિત યુવાને કર્યો આત્મવિલોપનનો પ્રયાસ - Rajesh Shah

બોટાદઃ જિલ્લાના બોડિયા ગામે દલિત યુવાને આત્મવિલોપન પ્રયાસ કરતા યુવાનની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી.

દલિત યુવાનના આત્મવિલોપનો પ્રયાસ કરતા પોલીસ દ્વારા ધરપકડ કરાઇ

By

Published : Jul 6, 2019, 2:37 PM IST

બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના બોડીયા ગામના દલિત સમાજના ભરતભાઈ લવજીભાઈની ખેતીની જમીન છે, જે જમીન માથાભારે તત્વો દ્વારા પડાવી લીધી હોવાના આક્ષેપ સાથે તેઓએ રાણપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી હતી .પરંતુ આ ફરિયાદના કાગળોમાં સહી કરવાની છે તેમ કહી સમાધાનના કાગળોમાં સહી કરાવી લીધી હતી.

દલિત યુવાનના આત્મવિલોપનો પ્રયાસ કરતા પોલીસ દ્વારા ધરપકડ કરાઇ

આ બાબતે તેઓએ લગતા વળગતા તમામ ઉચ્ચ અધિકારીઓને જાણ કરી હતી. તેમ છતાં તે ફરિયાદનો કોઈ નિર્ણય નહિ આવતા ફરિયાદીએ બોટાદ કલેક્ટર કચેરી ખાતે આત્મવિલોપન કરવાની જાણ કરતા બોટાદ પોલીસ દ્વારા પુરતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. આત્મવિલોપનનો પ્રયાસ ભરતભાઈ દ્વારા કરવામાં આવતા તેની ધરપકડ કરવામાં આવી હતી.

ABOUT THE AUTHOR

...view details