ગુજરાત

gujarat

ETV Bharat / state

ગોપીનાથજી દેવ મંદિરના પૂર્વ પૂજારી અને બ્રાહ્મણ વિરુદ્ધ બ્લેક મેલિંગ કરવા બાબતે ધરપકડ

બોટાદના ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના આચાર્ય પક્ષના પૂર્વ પૂજારી સંજય ભગત અને મિલન બ્રાહ્મણ વિરુદ્ધ સોશિયલ મીડિયામાં બિભત્સ ફોટા વાયરલ કરીને બ્લેક મેલિંગ કરવા બાબતે પીડિત મહિલાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદને લઈને પોલીસ દ્વારા બન્ને આરોપીની ધરપકડ કરાઇ છે. ફરિયાદને લઈને વધુ તપાસ હાથ ધરાઇ છે.

પૂર્વ પૂજારી અને બ્રાહ્મણ વિરુદ્ધ બ્લેક મેલિંગ કરવા બાબતે ધરપકડ
પૂર્વ પૂજારી અને બ્રાહ્મણ વિરુદ્ધ બ્લેક મેલિંગ કરવા બાબતે ધરપકડ

By

Published : Jul 20, 2021, 9:02 AM IST

  • પૂજારી સંજય અને મિલન બ્રાહ્મણની ધરપકડ કરાઇ
  • સોશિયલ મીડિયામાં બિભત્સ ફોટો વાયરલ
  • બ્લેલ મેલિંગ બાબતે પીડિત મહિલાએ ફરિયાદ નોંધાવી

બોટાદ :ગઢડા ગોપીનાથજી મંદિર સતત કોઈને કોઈ કારણોસર ચર્ચા અને વિવાદમાં વારંવાર આવતું જોવા મળે છે. ગઢડા ગોપીનાથજી મંદિરમાં જ્યારે આચાર્ય પક્ષની સત્તા હતી તે સમયના પૂજારી તરીકે સેવા આપતા સંજય ભગત જેવો પાર્ષદ છે અને સર્વોપીરી ગૌ-શાળાના સંચાલક છે. તેમના વિરુદ્ધ એક પીડિત મહિલા દ્વારા બ્લેક મેલિંગ અને બિભત્સ માંગણી કરવાના મામલે સંજય ભગત તેમજ મિલન બ્રાહ્મણ વિરુદ્ધ ગઢડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે.

આ પણ વાંચો : સુરતઃ મિત્રતા કરવા માટે યુવતીના મોર્ફ કરેલા બીભત્સ ફોટા વાયરલ કરનાર યુવક ઝડપાયો

બે આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરાઇ

સંજય ભગત અને મિલન બ્રાહ્મણ દ્વારા બનાવટી બિભત્સ ફોટાઓ બનાવી પીડિત મહિલા પાસે બિભત્સ માંગણી કરી હતી. જે માંગણી પીડિત મહિલા દ્વારા સ્વીકારવામાં આવી નહિ. મહિલાના બિભત્સ ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ કરતા પીડિત મહિલા દ્વારા ગઢડા પોલીસ સ્ટેશનમાં સંજય ભગત અને મિલન બ્રાહ્મણ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદના આધારે પોલીસ દ્વારા બન્ને આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો -

ABOUT THE AUTHOR

...view details