ગુજરાત

gujarat

ETV Bharat / state

બોટાદમાં મુસ્લિમ સમાજનો વિસ્તાર પાયાની સુવિધાથી વંચિત

બોટાદઃ જિલ્લા ખાતે ખસ રોડ પર આવેલ મુસ્લિમ સમાજનો વિસ્તાર પાયાની સુવિધાથી વંચિત છે. આ વિસ્તારના રહીશોએ વારંવાર રજૂઆત કરે છે. તેથી બોટાદ નગરપાલિકા તરફથી પુરી સુવિધા આપવા માટે આ એરિયાના રહીશોની માગ કરી છે

botad
બોટાદમાં આવેલ મુસ્લિમ સમાજનો એરીયા પાયાની સુવિધાથી વંચિત

By

Published : Dec 22, 2019, 11:56 PM IST

બોટાદ ખાતે ખસ રોડ પર મોહમ્મદ નગર તથા પઠાણ વાડી વગેરે વિસ્તાર આવેલ છે. આ વિસ્તારમાં મોટાભાગે મુસ્લિમ સમાજની વસ્તી આવેલ છે. આ વિસ્તારમાં બોટાદ નગરપાલિકા તરફથી પાયાની સુવિધાથી વંચિત રાખવામાં આવેલ છે. જેવા કે, રોડ રસ્તા, ગટર તેમજ સફાઈનો અભાવ જોવા મળે છે. તેમજ પીવાના પાણી પણ સમયાંતરે આપવામાં આવતું નથી.

બોટાદમાં મુસ્લિમ સમાજનો વિસ્તાર પાયાની સુવિધાથી વંચિત

આ વિસ્તારમાં મસ્જિદ આવેલ છે અને લોકોનું કહેવું છે કે, ચોમાસા દરમિયાન તો અહીં પણ ચાલી શકાતું નથી અને કીચ્ચડમાંથી પસાર થવું પડે છે. તેમજ સફાઈ નિયમિત રીતે થતી નથી અને કચરા માટે ગાડી આવે છે. તે સમયસર અને નિયમિત આવતી નથી અને જ્યારે આવે છે, ત્યારે ઉતાવળ જતા રહે જેના કારણે કચરો ભેગો થાય તેમજ ગટરના ઢાંકણા ખુલ્લા છે તથા જાહેર રોડ પર ગંદકી જોવા મળે છે.

આ બાબતે આ વિસ્તારના રહીશોએ વારંવાર રજૂઆત કરે છે. છતાં કોઈ નક્કર કામગીરી કરવામાં આવતી નથી. જેથી આ વિસ્તારના લોકો ઇચ્છી રહ્યા છે કે, આ વિસ્તારમાં બોટાદ નગરપાલિકા દ્વારા પાયાની જે કોઈ સુવિધા મળવી જોઈએ કે, તમામ સુવિધા પૂરી પાડવામાં આવે તેવી માગ કરી રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details