- ગઢડાના ગોપીનાથજી મંદિર ટ્રસ્ટનો વિવાદ વધુ વકર્યો
- ગઢડા ગોપીનાથ મંદિરમાં દેવપક્ષના સ્વામીઓએ સ્વામીના પદને લાંછન લગાડ્યું
- આ ઘટનામાં ડીએસપી અને ડીવાયએસપી પણ વિવાદમાં
બોટાદઃ જિલ્લાના ગઢડાના ગોપીનાથજી મંદિર ટ્રસ્ટનો વિવાદ વધુ વકરી રહ્યો છે, અગાઊની બોર્ડ મીટીંગમાં રમેશ ભગતને ચેરમેન બનાવી દેવામાં આવ્યા હતા અને આ તારીખના દિવસનો મોડી રાતના વીડિયોમાં પ્રી પ્લાનની પોલ ખુલી છે અને સ્વામીના પદને લાંછન લાગે તેવો કિસ્સો સામે આવ્યો છે, કહેવાય છે ને સત્તાની લાલચ માણસને આંધળો બનાવી દે અહિયા પણ કઈક એવું સામે આવ્યું છે અને ડીએસપીથી લઇ ડીવાયએસપી ફરી એક વિવાદમાં છે.
રમેશ ભગતને માર મારીને ડીવાયએસપીએ કોના ઈશારે બહાર કાઢ્યા
ગઢડા ગોપીનાથજી મંદિરના ટ્રસ્ટમાં સત્તાની લાલચના નમૂનાઓ સામે આવી રહ્યા છે, નિયમ પ્રમાણે બોર્ડ મીટીંગમાં ચેરીટી કમિશ્નર પ્રમાણે યોજાઈ હતી અને આચાર્યપક્ષની બહુમતી મીટીંગમાં હોવાથી રમેશ ભગતને ચેરમેન બનાવી દેવામાં આવ્યા હતા, પણ બાદમાં 6 તારીખના રોજ રમેશ ભગતને માર મારીને ડીવાયએસપીએ કોના ઈશારે બહાર કાઢ્યા તેવો સવાલ ઉભો થયો હતો. જો કે 11 તારીખના સવારના ઘટનાક્રમનો વીડિયો વાયરલ થયો હતો અને આચાર્યપક્ષે ડીવાયએસપી સહીત પોલીસ તંત્ર સામે ગંભીર આક્ષેપો કર્યા હતા.